Surat:સોલર પેનલના પાર્ટ ખરીદવા સુરતમાં બોલાવી થાણેના વેપારીનું અપહરણ: રો-હાઉસમાં ગોંધી માર મારી લૂંટી લેવાયો
થાણે ડોમ્બીવલી ખાતે રહેતા વેપારીને સોલર પેનલમાં વપરાતા ચોરસ પાર્ટ્સ ખરીદવા બાબતે એક ચૌધરી નામના શખ્સ બોલાવ્યો હતા અને ચૌધરીએ પોતાના મળતીયાઓ સાથે મળી થાણેના વેપારીનું રેલ્વે સ્ટેશન પરથી અપહરણ કરી કોઈક સ્થળે રો હાઉસ્માં લઈ જઈ મરચાની ભૂકી આંખમાં નાખી અને હાથ પગ ભાંધી આલ્કોહોલ પીવડાવી ઓનલાઇન રૂ. ૯૦ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ત્યાર બાદ પોતાના રીક્ષા ચાલક સહિતના મળતીયાઓ સાથે મળી મહિધરપુરા વિસ્તારમાં આવેલી તિરૂપતિ હોટલ નજીક તેમની પાસેથી આઇફોન મોબાઈલ લૂંટી ત્યાં છોડી ફરાર થઈ ગયા હતા આ અંગેની ફરિયાદ થાણેના વેપારીએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
થાણે ડોમ્બીવલી મિલાપનગર માવોથી બંગ્લોઝ ખાતે રહેતા ૬૦ વર્ષીય ચંદ્રકાંત મધુસુદન દાતાર ડોમ્બીવલી ખાતે ગ્લોબલ રીચ એન્જિનિયરિંગ નામની મોલ્ડ બનાવવાની કંપની ધરાવે છે. છ મહિના અગાઉ ચંદ્રકાંત ની કંપનીના સિનિયર અશોક ચિત્રેએ મુંબઈ પવઈ એલ એન્ડ ટીના કોઈ વ્યક્તિના રેફરનસ્ કોથી સુરતના ચૌધરી નામના વ્યક્તિ સાથે કેલિફોનિક વાતચીત કરાવી હતી. ચૌધરી નામના વ્યકિતએ વાતચીત પણ ચંદ્રકાંત ભાઈ ને સોલાર પેનલમાં વપરાતા ચોરસ પાર્ટ્સ જોઈતા હોય તે માટે ૨૦૦૦ પાર્ટસનો ઓર્ડર આવવા સુરત બોલાવ્યા હતા. દરમિયાન સાત દિવસ પહેલા કોટેશન લઈને ચૌધરીએ સુરત કડોદરા ખાતે આવેલી પોતાની સોલેરિયમ કંપની ખાતે આવવાનું જણાવ્યું હતું જેથી ચંદ્રકાંતભાઈ કચ્છ ૨૪ ડિસેમ્બર ના રોજ ટ્રેન મારફતે સુરત રેલ્વે સ્ટેશન આવી પહોંચ્યા હતા.
ચૌધરી નામનો વ્યક્તિ રીક્ષા ચાલક સહિત પોતાના મળતીયાઓ સાથે સુરત રેલવે સ્ટેશન પહોંચ્યો હતો અને ચંદ્રકાંતભાઈને સ્ટેશન પાસે આવેલી તિરૂપતિ હોટલ માં જમાડ્યો હતો અને ત્યાંથી રિક્ષામાં બેસાડી ચૌધરી પોતાના મળતીયાઓ સાથે કોઈક સ્થળે રોહાઉસ્માં લઈ જઈ મરચાની ભૂકી આંખમાં નાખી અને હાથ પગ ભાંધી આલ્કોહોલ પીવડાવી ઓનલાઇન રૂ. ૯૦ હજાર ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ત્યાર બાદ પોતાના રીક્ષા ચાલકસહિતના મળતીયાઓ સાથે મળી ચૌધરીએ વેપારીને રિક્ષામાં બેસાડી મહિધરપુરા વિસ્તારમાં આવેલી તિરૂપતિ હોટલ નજીક તેમની પાસેથી આઇફોન મોબાઈલ લૂંટી ત્યાં છોડી ફરાર થઈ ગયો હતો આ અંગે વેપારીએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.