સુરતમાં યોજાશે વૃક્ષોની શોકસભા: જાણો શું છે મામલો

0

સુરતમાં યોજાશે અનોખી શોકસભા: અજાણ્યા દ્વારા ૧૧ વૃક્ષો કાપતા સુરતના ગ્રીન આર્મીના અગ્રણી આઘાતમાં

સુરતમાં વર્ષોથી વૃક્ષોનું જતન કરતા આર્મી મેન તુલસીકાકા ને આજે આઘાત લાગ્યો છે. કારણ કે વરાછા વિસ્તારમાં કિરણ ચોક ખાતે તેઓએ રોપેલા 11 વૃક્ષોને કોઈએ કાપી નાખ્યા હતા. જેને પગલે વૃક્ષોનું જતન કરનાર ગ્રીન ટીમ તેમજ સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. અને વૃક્ષ કાપવા બદલ રોષ દર્શાવવાની સાથે તેમના દ્વારા વૃક્ષોની શોક સભા રાખવામાં આવી હતી.

સુરતના ગ્રીન આર્મીના અગ્રણી અને વૃક્ષારોપણની શરૂઆત કરનાર તુલસી માંગુકિયા સહિત 300 યુવાનોની ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી અને સતત તેનું જતન કરવાનું અને નિયમિત દેખરેખ રાખવાનું કામ કરી રહ્યા છે. ત્યારે વરાછા કિરણ ચોક ખાતે તેમના દ્વારા ઉછેરેલા 11 વૃક્ષોને કોઈ એક કાપી નાખ્યા હતા. જેની જાણ તુલસી માંગુકિયાને થતા તેમની ટીમ સહિતના સભ્યો અહીં પહોંચ્યા હતા અને રડી પડ્યા હતા. અને રોષ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે 11 જેટલા વૃક્ષોનુ ધાતકી મોત નિપજાવનાર કેટલાક અસામાજિકતત્વો એ પર્યાવરણની હત્યા કરી છે. તેમજ આવા તત્વો પોલીસ ના CCTV માં કેમ કેદ નથી થતા તેવા આરોપો પણ લગાવ્યા હતા. તેમજ વૃક્ષ કાપનાર આરોપીઓને સજા થાય તેવી પણ વેદના ઠાલવી હતી.

વર્ષોથી વૃક્ષોનું જતન કરતા આર્મી મેન તુલસી માંગુકિયા દ્વારા 11 વૃક્ષોની શોકસભા રાખવામાં આવી છે. જેમાં ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ ના તમામ‌ ટીમ સૈનીકો અને વરાછા વિસ્તારના તમામ પર્યાવરણ પ્રેમીભાઈ ઓ બહેનો એ પધારવા નમ્ર વીનતી કરવામા આવી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *