રેલ મંત્રી દર્શના જરદોશે ફોટોમાં બતાવ્યો સુરતના નવા રેલવે સ્ટેશનના કામનો ધમધમાટ

0
Railway Minister Darshana Jardosh shows the excitement of the work of the new railway station in Surat in the photo.

Railway Minister Darshana Jardosh shows the excitement of the work of the new railway station in Surat in the photo.

સુરત(Surat) દેશના સૌથી વધુ ઝડપે વધતા શહેરોમાંથી(Cities) એક છે. આ આર્થિક ગતિવિધિઓની સાથે વેપાર (Business) અને વાણિજ્યનું કેન્દ્ર છે, જ્યાં રોજગારીના અવસરોને પ્રોત્સાહન મળ્યુંછે. પશ્ચિમ રેલવે દેશના વિવિધ ભાગો માટે કેટલીયે ટ્રેનો ચલાવે છે, જેનાથી સુરતના લોકોની માંગોને પૂરી કરી શકાય.

ભારતીય રેલવે દ્વારા દેશભરના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વસ્તરીય સ્ટેશનોમાં બદલવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અનેઆધુનિકીકરણ માટે સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 87 સ્ટેશન ગુજરાતમાં છે. દેશભરમાં 200થી વધુ રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે નક્કી કરવામાં આવ્યા છે. સુરત સ્ટેશન પણ તેમાંથી એક છે, જેને તૈયાર કરવામાં આવશે અને જે “નવા ભારતનું નવું રેલવે સ્ટેશન’ બનવા તૈયાર છે.

સુરત ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા હાલ આ કામ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારના 462 કરોડ રૂપિયાના હિસ્સા સહીત 1475 કરોડ રૂપિયાની અંદાજિત ખર્ચથી આ સ્ટેશનનો પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ ફેઝમાં 980 કરોડ રૂપિયાના કામ થશે, જેમાં રેલવેનો હિસ્સો 683 કરોડ રૂપિયા, જયારે ગુજરાત સરકારનો 297 કરોડ રૂપિયા છે. જેને મે 2027 સુધી પૂર્ણ કરવાનો લક્ષયાંક છે.

સુરત સ્ટેશનના વાસ્તુશિલ્પ પરિવેશને એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવી રહ્યો છે જે એ સુનિશ્ચિત કરશે કે સમગ્ર સ્ટેશન સંકુલ આંતરરાષ્ટ્રીય સ્તરના વેપાર કેન્દ્રની જેમ દેખાય અને અનુભવાય. અનુકૂળ બાહ્ય સ્વરૂપ, ફિનિશ, રંગ, સામગ્રી, બનાવટના માધ્યમથી એકિકૃત થીમ એની ભવ્યતામાં વધારો કરશે. આ પરિયોજનાના ફેઝ-1 હેઠળ કામ પહેલાથી જ શરૂ થઈ ચુક્યુ છે. પૂર્વ બાજુ રેલવે સ્ટેશન બિલ્ડિંગમાં ઈલેક્ટ્રીક કેબલ અને પાઈપલાઈન જેવી ઉપયોગિતાઓનું સ્થળાંતર કરવાનું કામ પ્રગતિ ઉપર છે. આ સ્થળે 164 મીટર લાંબી અને 87 મીટર પહોળી બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેને દોઢ વર્ષમાં પૂરી કરવાનું લક્ષ્ય છે. જીએસઆરટીસી સ્થળે બિલ્ડિંગના પાયા અને નાળું બદલવા માટે ખોદકામનું કામ પ્રગતિ ઉપર છે. પૂર્વ બાજુની બિલ્ડિંગ તૈયાર થઈ ગયા પછી પશ્ચિમ બાજુ આવેલા સ્ટેશનને ધ્વસ્ત કરી દેવામાં આવશે અને પશ્ચિમ બાજુની આવશ્યક કચેરીઓ અને પ્રતિષ્ઠાનોને નવી પૂર્વ બાજુની બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરી દેવામાં આવશે.

 

રેલવે સ્ટેશન 100 ટકા દિવ્યાંગ અનુકૂળ હશે : 41 લિફ્ટ અને 70 એસ્કેલેર્ટસ લગાવાશે

આ ઉપરાંત, આ સ્ટેશન વિવિધ સુવિધાઓ માટે પૂરતી જગ્યાથી પણ સુસજ્જીત છે. આ યોજનામાં અલગ આગમન પ્રસ્થાન યાત્રી પ્લાઝા, સ્ટેશન સંકુલમાં ભીડ-ભાડ મુક્ત અને સુગમ પ્રવેશ નિકાસ, ભૂમિગત પાર્કિંગ વ્યવસ્થા વગેરે સામેલ છે. બેસવા માટે પૂરતી જગ્યા, પ્રતિક્ષા ક્ષેત્ર અને વ્યાપક પરિભ્રમણ ક્ષેત્રની સાથે 10900 ચોરસ મીટર્સથી વધુનો કોનકોર્સ, લાઉન્જ અને રિટેલ સ્પેસથી યુક્ત હશે અને ઉપયોગકર્તાઓને બહેતર સુવિધા અને અનુભવ માટે MMTHમાં સ્કાયવોકથી જોડાયેલું હશે.

પ્લેટફોર્મ ઉપર ભીડભાડથી બચવા માટે કોનકોર્સ વેઈટિંગ સ્પેસમાં પ્લેટફોર્મ ઉપર યાત્રી સુવિધાઓ પણ હશે. રેલવે સ્ટેશન 100% દિવ્યાંગ અનુકૂળ હશે. સમગ્ર સ્ટેશન સંકુલમાં 41 લિફ્ટ અને 70 એસ્કેલેટર્સ લગાવવામાં આવશે. ઉર્જા, જળ અને અન્ય સંસાધનોના કુશળ ઉપયોગ, નવીનીકરણ ઉર્જાના ઉપયોગ વગેરે માટે સુવિધાઓની સાથે સ્ટેશન બિલ્ડિંગ પ્લેટિનમ ટેકનિકથી પણ સજ્જ હશે, જેમાં SCADA અને BMS સહિત રેટિંગ નું ગ્રીન બિલ્ડિંગ હશે. સ્ટેશન અત્યાધુનિક સંરક્ષા અને સુરક્ષા બહેતર સ્ટેશન વ્યવસ્થાપન માટે કુશળતાથી ડિઝાઈન કરવામાં આવેલી કેટલીયે વિશેષતાઓ સામેલ છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *