Gujarat: મોંઘવારીથી ત્રસ્ત પ્રજા પર વધુ એક માર: ગુજરાત ગેસ દ્વારા CNG અને PNGના ભાવમાં વધારો
મોંઘવારીના માર વચ્ચે પીસાતી પ્રજાએ વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા (CNG and PNG )સીએનજીના ભાવમાં રાતોરાત રૂા.૩.૫૦નો વધારો ઝીંકી દેવાતા વાહન ચાલકો માટે હવે સીએનજી મોંઘો બની ગયો છે. આ સાથે પીએનજીના ભાવમાં પણ પાંચ ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યોછે. આજેગુજરાત ગેસે CNG અને PNGના ભાવમાં ૫૭ટકાનો વધારો કર્યોછે. ગુજરાતમાં આ વધેલા ભાવ આજથી અમલમાં આવી જશે. જેને પગલે ભાડાં પર પણ અસર થઈશકેછે.
લોકો ગમે તે કરે પણ મોંઘવારી એમનો પીછોછોડતી નથી. શાક્ભાજી, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો કમરતોડ વધારો સામે હાલમાં ફરી એકવાર CNG અનેPNGના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલિયમ પેદાશોની સતત વધતી કિંમતોનો મધ્યમ વર્ગને ખુબ પરેશાની થઈ રહી છે. ત્યારે ગુજરાતના લોકો પર મોંઘવારીનોવધુ એક માર પડ્યોછે. આજેફરીએકવાર ગુજરાત ગેસ દ્વારા આજે CNGના ભાવમાં ૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને આ વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. હવે ગુજરાત ગેસના CNG માટે તમારે ૭૮.૫૨ રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે. આ સાથે ગુજરાત ગેસે પણ PNGના ભાવમાં વધારો કર્યોછે અને તેના વધેલા ભાવ આજથી અમલમાં આવી ગયા છે. ગુજરાત ગેસનો PNG ભાવ ઘટીને રૂ. ૫૦.૪૩પ્રતિ SCM થયો છે. તેમાં પ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાત ગેસે ઔદ્યોગિક ગેસના ભાવમાં પ્રતિ SCM પર રુપિયા નો ઘટાડો કર્યો છે. CNG-PNG અને ઈન્ડસ્ટ્રી ગેસના બદલાયેલા ભાવ આજથી લાગુ થઈ ગયા છે. જાન્યુઆરી ૨૦૨૧ થી નવેમ્બર ૨૦૨૨ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં ૩૨૭ ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ભારતમાં CNGની કિંમતોમાં માત્ર ૮૪ ટકાનો વધારો થયો છે.
૧ ડિસેમ્બરના રોજ રસોઈ ગેસ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. ૧૯ કિલોગ્રામનો ગેસ સિલિન્ડર કોમર્શિયલ હોય છે અને ૧૪.૨ કિલોગ્રામનો ગેસ સિલિન્ડર ઘરેલુ રસોઈ ગેસ હોય છે. આમ સામાન્ય ગુજરાતીઓને નવા વર્ષમા ઝટકો લાગ્યો છે.