Surat:બિહારમાં ગેંગવોરમાં પાંચની હત્યા કરી સુરતમાં છુપાયેલા ચાર આરોપીઓની સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કરી ધરપકડ
મોહના ઠાકોર અને પિંકુ યાદવ ગેંગ વચ્ચે ગેંગવોર થયો હતો
આર્મ્સ અને દારૂગોળાના હથીયારો સાથે લઈ એકબીજા ઉપર સામ સામે આશરે ત્રણેક કલાક સુધી ફાયરીંગ કરવામાં આવી હતી
8-12-2022ના રોજ મોહના ઠાકુર ગેંગના 23 સાગરીતો અને પિંકુ યાદવ ગેંગ વચ્ચે ગેંગવોર થયો હતો
સુરત ક્રાઈમ બ્રાન્ચ છે મોહના ઠાકોર ગેંગના ચાર સાગરીતોને પકડ્યા
બિહાર રાજ્યના કઠીયાર જીલ્લામાં આઠ ડિસેમ્બરના રોજ બે ગેંગ વચ્ચે ગેંગવોર થયો હતો.મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે થયેલ ગેંગવોરમાં પાંચ ઈસમોની ફાયરીંગ થકી હત્યા કરી ભાગી છુટેલા કુખ્યાત મોહન ઠાકુર ગેંગનાથ સાગરિતોને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગોડાદરા દેવધ ચેક પોસ્ટ પાસેથી ઝડપી પાડયા છે.
બહારના રાજ્યોમાંથી ગુનાઓ આચરી સુરત શહેર હદવિસ્તારમાં આવી આશરો લઈ રહેતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા ક્રાઈમ બ્રાંચને ટીમના માણસો વર્કઆઉટમાં હતા. દરમિયાન ગતરોજ બિહાર એસ.ટી.એફ . પોલીસે સુરત શહેર ક્રાઈમબ્રાંચ ખાતે આવી તેઓના હદવિસ્તારમાં તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ ગેંગવોરમાં ૦૫ ઈસમોની હત્યામા સામેલ આરોપીઓ સુરત કડોદરા બાજુ રહેતા હોવાની માહીતી આપી હતી. જેને પગલે સુરત પોલીસ અને બિહાર એસ.ટી.એફ.ના પોલીસે આરોપીઓ ગોડાદરા દેવધ ચેક પોસ્ટ બાજુથી પસાર થવાના હોવાની બાતમી મળી હતી.જેથી ત્યા વોચમાં ગોઠવી પોલીસની ટીમે (૧) સુમરકુવર ફાગુકુવર ભુમિહાર ઉ.વ.૨૬ ,(૨) ધીરજસીંગ ઉર્ફે મુકેશસીંગ અરવીંદસીંગ ઉ.વ.૧૯ , (૩) અમન સત્યેન્દ્ર તિવારી ઉ.વ.૧૯ (૪) અભિષેક ઉર્ફે ટાઈગર શ્રીરામ રાય ઉ.વ.૨૧ તમામ રહે.ગામ. બાખરપુર, પોસ્ટ.પીપરેલી, જી.ભાગલપુર.(બિહાર). પકડી પાડ્યા હતા. અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ટ્રાન્સફર વોરંટથી બિહાર પોલીસને સોંપવામા આવ્યા છે.
બિહાર રાજ્યમાં આવેલ કટીહાર જીલ્લામાં મોહના ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે વર્ચવસ્વની લડાઈ અવાર નવાર ચાલતી આવી હતી. તેઓ જમીન, પાણી, અને મિલ્કતો ઉપર પોતાનો કબજો જમાવવા અવાર નવાર એકબીજા ઉપર હુમલો કરતા હતા. આ ઉપરાંત આ બન્ને ગેંગ વિરુધ્ધ ઘણા ગંભીર પ્રકારના ગુનાઓ પણ નોંધાયા હોય બન્ને ગેંગ વચ્ચે થોડા સમયથી ગંગા નદીના કાંઠે કાપની જમીનો ઉપર કબજો કરવામાં અણબનાવ ચાલુ હતો જે બાબતની અદાવત રાખી બન્ને ગેંગ તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ મોહન ઠાકુર ગેંગના ૨૩ સાગરીતો અને પીંકુ યાદવ ગેંગના સાગરીતો વચ્ચે ભવાનીપુર ગામમાં ગેંગવોર થયો હતો.જેમા તેઓ વચ્ચે આર્મ્સ અને દારૂગોળાના હથીયારો સાથે લઈ એકબીજા ઉપર સામ સામે આશરે ત્રણેક કલાક સુધી ફાયરીંગ કરવામાં આવી હતી. આ ગેંગવોરમા મોહના ઠાકુર ગેંગ દ્રારા પીંકુ યાદવ ગેંગના ગેંગ લીડર પીંકુ યાદવ સહિત અન્ય ચાર ઈસમોની હત્યા કરી તેઓની લાશ ગંગા નદીના પાણીમાં નાંખી દેવામાં આવી હતી. ત્યાર બાદ તમામ સાગરીતો ત્યાંથી ભાગી છૂટયા હતા.જેની સામે બિહાર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો.આ ઉપરાં પણ મોહના ઠાકુર ગેંગ વિરુધ્ધ હત્યા, ખંડણી, હત્યાનો કોશીષ, લુંટ, ધાડ, વિગેરે જેવા સંખ્યાબંધ ગુનાઓ બિહાર રાજ્યના કટીયાર જીલ્લામાં નોંધાય છે.