ઓડિશાના આરોગ્ય મંત્રીની હત્યા કરનાર આરોપીનો ગાંધીનગરમાં કરાયો પોલીગ્રાફ ટેસ્ટ
ઓડિશાના (Orrissa) આરોગ્ય પ્રધાન નાબ કિશોર દાસની હત્યાના(Murder) આરોપી પોલીસકર્મી(Police) ગોપાલ દાસનો શુક્રવારે ગુજરાતના ગાંધીનગરમાં પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. દાસનો નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે અને તે માટેની પ્રક્રિયા ચાલી રહી છે, તેઓએ જણાવ્યું હતું કે, ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગર ખાતેની કોર્ટ દ્વારા પરવાનગી આપવામાં આવ્યા બાદ ગાંધીનગરની સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (SFSL) ખાતે ટેસ્ટ કરવામાં આવે છે.
પોલીગ્રાફ ટેસ્ટમાં શ્વાસ, બ્લડ પ્રેશર, પરસેવો અને હૃદયના ધબકારાનું નિરીક્ષણ કરીને વ્યક્તિ ખોટું બોલી રહી છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે અને વ્યક્તિને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવે છે. જણાવી દઈએ કે ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નબ કિશોર દાસની કથિત રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોળીબાર કરનાર ASI ગોપાલકૃષ્ણ દાસે બાયપોલર ડિસઓર્ડરને કારણે મનોવિજ્ઞાની પાસેથી સારવાર લીધી હતી.
મંત્રીને ગોળી મારનાર માનસિક દર્દી હતો
માનસિક બિમારીથી પીડાતા હોવા છતાં, ગોપાલકૃષ્ણ દાસને સર્વિસ રિવોલ્વર આપવામાં આવી હતી અને તેમને બ્રજરાજનગરમાં પોલીસ ચોકીનો હવાલો આપવામાં આવ્યો હતો. MKCG મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, બહેરમપુરના મનોચિકિત્સા વિભાગના વડા ડૉ. ચંદ્રશેખર ત્રિપાઠીએ જણાવ્યું કે ગોપાલકૃષ્ણ દાસ બાયપોલર ડિસઓર્ડરથી પીડિત છે.ત્રિપાઠીએ કહ્યું કે દાસ પહેલીવાર આઠથી 10 વર્ષ પહેલાં મારા ક્લિનિકમાં આવ્યા હતા. તેઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જતા હતા અને સારવાર હેઠળ હતા તેઓ જાણતા નથી કે તેઓ નિયમિતપણે દવાઓ લેતા હતા કે નહીં. જો દવાઓ નિયમિત ન લેવામાં આવે તો રોગ ફરી ફરી શકે છે. તેને મારી પાસે આવ્યાને એક વર્ષ થઈ ગયું છે.
ગોપાલકૃષ્ણને બાયપોલર ડિસઓર્ડર
નિષ્ણાતોના મતે, બાયપોલર ડિસઓર્ડર માનસિક સ્વાસ્થ્ય સાથે સંબંધિત એક સ્થિતિ છે, જેમાં દર્દીના વર્તન અને મૂડમાં અચાનક ભારે ફેરફાર થાય છે. ક્યારેક તે ખૂબ જ ખુશ હોય છે તો ક્યારેક ખૂબ જ હતાશ. આ રોગને કાઉન્સેલિંગ અને અન્ય સારવાર દ્વારા નિયંત્રિત કરી શકાય છે.ગોપાલકૃષ્ણ દાસ ગંજમ જિલ્લાના જલેશ્વરખંડી ગામના રહેવાસી છે. તેણે પોલીસમાં તેની કારકિર્દી બ્રહ્મપુરમાં કોન્સ્ટેબલ તરીકે શરૂ કરી હતી અને બાદમાં 12 વર્ષ પહેલા તેની બદલી ઝારસુગુડા જિલ્લામાં થઈ હતી.