સુરતની ધરતી ધ્રુજી ઉઠી, મોડી રાત્રે શહેરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
ગુજરાતના અલગ અલગ શહેરોમાં છેલ્લા કેટલા દિવસથી ભૂકંપના આંચકા અનુભવાય રહ્યા છે ત્યારે હવે સુરતમાં ગત મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાત્રે 12:52 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાતા અમુક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત્રે સુરતમાં 3.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 27 કિલોમીટર દૂર નોંધાયું હતું. જો કે આ ભૂકંપમા કોઈ જાન માલની નુકશાનીના સમાચાર નથી,
જાન્યુઆરી મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં રાજ્યના અલગ અલગ શહેરોમાં ભૂકંપના આચંકા અનુભવાયા છે. કચ્છમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાય છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ હાલ થોડા દિવસ પહેલા ભૂકંપના સમાચાર સામે આવ્યા છે ત્યારે હવે સૌરાષ્ટ્ર અને કચ્છ બાદ સુરતમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. ગત મોડી રાત્રે સુરતમાં 3.8 આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરત થી 27 કિલોમીટર દૂર નોંધાયું હતું. મોડી રાત્રે 12:52 કલાકે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આ હળવા આંચકાથી અમુક લોકોમાં ભય ફેલાયો હતો. પરંતુ બીજી બાજુ મોડી રાત્રે આ ભૂકંપનો આંચકો આવ્યો હોય અને તે હળવો હોય મોટાભાગના શહેરીજનોને ભૂકંપ અંગે જાણ થઈ ન હતી. સવારના સમયે સમાચારોના માધ્યમથી શહેરીજનોને ભૂકંપ આવ્યા અંગેની જાણ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ કચ્છના ભચાઉ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.અને ભૂકંપની તિવ્રતા 3.0 જણાઈ હતી.અને બીજા દિવસે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ હવે સુરતમાં 3.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.