Surat: જો આ રીતે કરશો ગણેશ ઉત્સવની ઉજવણી તો સુરત પો કમિ. દ્વારા મળશે 21 હજારથી 1 લાખ સુધીનું ઈનામ

0

હાલ સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે.ત્યારે સુરત શહેરમાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય સાધવા પોલીસ કમિશનરે નવતર પ્રયોગ કર્યો છે. શહેરમાં ગણેશમંડળો મંડપ પાસેની ટ્રાફિક વ્યવસ્થા, સુવ્યવસ્થિત સંચાલન, દર્શનાર્થીઓની ભીડ વખતે કરવામાં આવતી વ્યવસ્થા તેમજ વિસર્જનના દિવસે શાંતિપૂર્વક તથા વિસર્જન કરશે તેવાં પાંચ મંડળોને 21 હજારથી 1 લાખ રૂપિયા સુધીનું ઇનામ તથા સમયસર અપાશે.

પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય વધારવા સુરત પો.કમિ,નો નવતર પ્રયાસ

શહેરના પ્રજાજનો ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક તેમજ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી રહ્યા છે, જેમાં સુરત શહેર પોલીસ પણ આ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક સહભાગી થઇ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે આ મહોત્સવમાં પોલીસ તથા પ્રજા વચ્ચે સમન્વય વધે એ હેતુથી નવતર પ્રયોગ કર્યો છે. સુરત શહેર પોલીસ તરફથી “સર્વશ્રેષ્ઠ, શાંતિ, સમૃદ્ધિ અને સુ-વ્યવસ્થાના રાજા” એવા ગણપતિને સુરત શહેર પોલીસના-ઝોન વાઇઝ શ્રેષ્ઠ ગણપતિને પ્રથમ નંબર આપી ઝોન વાઇઝ પ્રથમ આવનાર દરેક ગણપતિમંડળને રૂ.૫૧,૦૦૦, દ્વિતીય ક્રમે આવનારને ૩૧,૦૦૦ તથા તૃતીય ક્રમે આવનારને ૨૧,૦૦૦ પ્રોત્સાહક ઇનામ રૂપે આપવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર શહેરમાં પ્રથમ આવનાર ગણપતિમંડળને રૂ.૧,૦૦,૦૦૦ તથા દ્વિતીય ક્રમે આવનારા ગણપતિ મંડળને રૂ.૭૫,૦૦૦ પ્રોત્સાહક ઇનામ રૂપે આપવામાં આવશે.

સમગ્ર શહેરના પ્રથમ ગણપતિ નક્કી કરવા કમિટીમાં સુરત શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેરના સેક્ટર-૧ તથા સેક્ટર-ર તથા બે ડી.સી. પી(ટ્રાફિક) એમ 5 સભ્યની કમિટી જે-તે ગણપતિમંડળ દ્વારા મંડપ પાસેની ટ્રાફિક વ્યવસ્થા, આ મહોત્સવ દરમિયાન દરેક પ્રસંગે મંડળ દ્વારા સુ-વ્યવસ્થિત સંચાલન, મંડપ પાસે દર્શનાર્થીઓની ભીડ વખતે મંડળ દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા તેમજ વિસર્જનના દિવસે શાંતિપૂર્વક તથા સમયસર વિસર્જન પૂર્ણ કરે એ બાબતોને દૃષ્ટિકોણમાં રાખી નિર્ણય લેશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *