સુરતમાં બાપાના બગીચામાં ઘુસી પીક અપ વાન, ત્રણ ગ્રાહકોને ઇજા
સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવવાને કારણે એક પીકઅપ વાન રોડની બાજુના ઢાબામાં ઘૂસી જતાં ગભરાટ ફેલાયો હતો. આ અકસ્માતમાં ઢાબા પર ભોજન લેવા આવેલા ત્રણ ગ્રાહકોને ઈજા થઈ હતી. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સારોલીમાં ‘બાપા નો બગીચો’ નામનો રોડ કિનારે ઢાબા આવેલો છે. સોમવારે સવારે આઠથી દસ લોકો ઢાબામાં ભોજન કરી રહ્યા હતા, ત્યારે રસ્તા પરથી પસાર થતી પીકઅપ વાન સીધી ઢાબામાં અથડાઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી ગભરાટ ફેલાયો હતો અને લોકો આમતેમ દોડવા લાગ્યા હતા. ઢાબાને નુકસાન થવાની સાથે જ ત્યાં જમવા આવેલા ત્રણ ગ્રાહકો વાનની અડફેટે આવી જતાં ઘાયલ થયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવવાને કારણે વાન ઢાબામાં ઘૂસી ગઈ હતી.