Surat: કાપોદ્રા વિસ્તારમાં ધોરણ ૭ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. દરરોજ હત્યા, લૂંટ ,બળાત્કાર ,અપહરણ ,જેવા કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. ત્યારે આ ગુનાઓમાં ઉમેરો કરતી વધુ એક ઘટના કાપોદ્રા પોલીસમાં મથકે નોંધાવા પામી છે. જ્યાં એક બાર વર્ષની સગીરા સાથે પડોશમાં જ રહેતા શખ્સે દુષ્કર્મ આચાર્ય હોવાનું સામે આવ્યું છે. ઘરમાં અભ્યાસ કરી રહેલી સગીરાને રાત્રિના સમયે લઈ જઈ યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડયો છે.

મૂળ ગંજામ (ઓરીસ્સા)ના વતની તેમજ હાલ કાપોદ્રા ખાતે રહેતા અને યુવાને પોલીસ ફરિયાદ આપતા જણાવ્યું હતું કે તેના પરિવારમાં પત્ની તેમજ બે બાળકો છે અને પી.પી.સવાણી સ્કુલની પાસે આમલેટની લારી ચલાવી તેની આવકમાંથી મારા પરીવારનુ ગુજરાન ચલાવે છે. આ દરમ્યાન ગત તારીખ ૧૮/૧૨/૨૦૨૨ ના રોજ રાબેતા મુજબ રાત્રીના અગ્યારેક વાગ્યાના અરસામા આમલેટની લારી બંધ કરી ઘરે આવ્યા હતા ત્યારે મારી દીકરીએ કહ્યું હતું કે આવતીકાલે સવારે સ્કુલમા ટેસ્ટ હોય જેથી તેણી રાત્રીના મોડે સુધી વાંચવાની છે તેમ વાત કરતા યુવાન તેની પત્ની તથા દિકરો ત્રણેય રૂમમાં સુઈ ગયા હતા અને ધોરણ સાતમા અભ્યાસ કરતી પુત્રી બાજુમા બેસીને વાંચતી હતી. બાદરાત્રીના આશરે દોઢ વાગ્યાના અરસામાં પિતાની આંખ ઉઘડી જતા તેમની પુત્રી ઘર માં ન પરિવારે પુત્રીને શોઘવા ઘરનો દરવાજો ખોલવા જતા દરવાજો નહી ખુલતા બહારથી બંધ થયેલ હોવાનુ જણાઈ આવતા તેઓએ સંબધીને ફોન બોલાવ્યા હતા.જેઓ એ

ઘરે આવી ઘરનો દરવાજો ખોલતા ઘરના તમામ સભ્યો સાથે મળી મકાનમા તપાસ દરમ્યાન મકાનના ત્રીજા માળે તપાસ કરવા માટે જતા બાજુમા મકાનની છત પરથી તેમની પુત્રી અને પડોશી સંદીપ પવનકુમાર શુક્લા નામનો ઈસમ બન્ને નગ્ન અવસ્થામા મળી આવ્યા હતા.જે જોઈ પરિવારના પગ તળિયે ની જમીન સરકી ગઈ હતી અને તેઓએ પોતાની પુત્રીને આ અંગે પૂછતાં તેણે તેની સાથે સંદીપ એ મરજી વિરુદ્ધ અને જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું પરિવારને જણાવ્યું હતું.

ત્યારબાદ કિશોરીને ઘરે લાવવી પરિવારે વારંવાર પુછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે છેલ્લા છ એક માસ દરમ્યાન ત્રણ-ચાર વખત અલગ અલગ જગ્યાએ તેની સાથે મરજી વિરુધ્ધ વારંવાર શરીર સબંધ બાંધ્યા હતા. અને સંદીપે કિશોરીને ધમકી હતી કે જો વાતની જાણ તેના મમ્મી-પપ્પાને કરશે તો તેને જાનથી મારી નાખશે. ઘટનાને પગલે હાલ કાપોદ્રા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed