બેશર્મ રંગમાં SRK સાથે લગાવાયો યોગી આદિત્યનાથનો ફોટો, પોલીસ ફરિયાદ દાખલ

Photo of Yogi Adityanath posted with SRK in shameless color, police complaint filed

બોલિવૂડ (Bollywood )સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘પઠાણ’ લાઈમલાઈટમાં છે. આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો થઈ રહ્યો છે. ફિલ્મના બહિષ્કારથી લઈને ફિલ્મ રીલિઝ ન કરવા માટે યુઝર્સ સોશિયલ મીડિયા પર અપીલ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરી, 2023ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખ (SRK) ઉપરાંત દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું એક ગીત ‘બેશરમ રંગ’ રીલિઝ થયું હતું, જેના કારણે ઘણો વિવાદ થઈ રહ્યો છે. આ ગીત SRK અને દીપિકા પર ચિત્રિત કરવામાં આવ્યું હતું. ગીતમાં, દીપિકા છેલ્લે ભગવા રંગની બિકીનીમાં જોવા મળે છે, જેના પર આખો વિવાદ ચાલી રહ્યો છે.

આ ગીતને લઈને દેશભરમાં વિવાદ ઉભો થયો છે.

આ ગીતની ઘણી ટીકા થઈ રહી છે. એટલું જ નહીં, ઘણા હિંદુ સંગઠનોએ માંગ કરી છે કે શાહરૂખે આ ગીત માટે માફી માંગવી જોઈએ અને ભગવો રંગ હટાવીને ફિલ્મનું ફરીથી શૂટીંગ કરવું જોઈએ. સોશિયલ મીડિયા પર પણ આ ગીતને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે, જ્યાં આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે, તો આ ગીતની સાથે શાહરૂખ અને દીપિકાને પણ ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન શાહરૂખનો એક ખૂબ જ વિવાદાસ્પદ ફોટો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’ના નવા ગીત ‘બેશરમ રંગ’નો છે, જેમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ચહેરો દીપિકાના ફોટા સાથે બદલવામાં આવ્યો છે. આ સાથે જ ફોટોમાં બંનેના રોમેન્ટિક પોઝ જોઈને યુઝર્સ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. તેમજ ફોટો અને તેને બનાવનાર વ્યક્તિ પર એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *