જો શાહરુખ ખાન મળશે તો જીવતો સળગાવી દઈશ : ભડકેલા સંત પરમહંસે આપી ધમકી

0
If I meet Shahrukh Khan, I will burn him alive: Inflamed saint Paramahans threatened

If I meet Shahrukh Khan, I will burn him alive: Inflamed saint Paramahans threatened

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને(Pathan ) લઈને ચાલી રહેલો વિવાદ (Controversy )શમવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ ફિલ્મનું ગીત બેશરમ રંગ રિલીઝ થયું હતું, જેના કારણે હંગામો શરૂ થયો હતો. ગીતને હટાવવાની માગણી કરતી અરજી NHRCમાં દાખલ કરવામાં આવી હતી. હવે ‘અયોધ્યાના સંત’એ શાહરૂખ ખાન પર ‘પઠાણ’ને લઈને મોટું નિવેદન આપ્યું છે.

તપસ્વી છાવણીના મહંત પરમહંસ આચાર્યએ કહ્યું છે કે જો તે ક્યારેય શાહરૂખ ખાનને મળશે તો તેને જીવતો સળગાવી દેશે. તેમના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. મહંત પરમહંસ દાસના શાહરૂખ ખાન વિશેના નિવેદનનો વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. તેમણે કહ્યું કે પઠાણ ફિલ્મમાં અમારા ભગવા રંગનું અપમાન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મના આપણા અનુયાયીઓ આનો સતત વિરોધ કરી રહ્યા છે.

તેણે કહ્યું કે આજે અમે શાહરૂખ ખાનનું પોસ્ટર સળગાવી દીધું છે, હું તેને શોધી રહ્યો છું. જો જેહાદી શાહરૂખ ખાન ક્યાંક મળી જશે તો હું તેને જીવતો સળગાવી દઈશ. આ સાથે પરમહંસ દાસે એમ પણ કહ્યું કે જો કોઈ અન્ય તેને બાળવાની હિંમત કરશે તો હું તેનો કેસ જાતે લડીશ.

 

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *