હજીરા વિસ્તારની પાર્કિંગ સમસ્યાથી પરેશાન લોકોએ મુખ્યમંત્રીના વોટ્સએપ નંબર પર ચલાવ્યો મેસેજનો મારો
જ્યારે ગુજરાતના(Gujarat ) મુખ્યમંત્રીએ વોટ્સએપ-આધારિત ફરિયાદ (Complain )સિસ્ટમ શરૂ કરી, ત્યારે સુરતના હજીરા (Hajira )વિસ્તારના સ્થાનિકોએ પાર્કિંગની સમસ્યા અંગે ફરિયાદોનો ઢગલો કર્યો. હજીરા પટ્ટામાં કંપનીઓ દ્વારા પાર્કિંગની યોગ્ય વ્યવસ્થાના અભાવે માલસામાનના વાહનોનું પાર્કિંગ રોડ પર જ કરવામાં આવે છે. જેના કારણે અનેક સ્થાનિક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે, તો ઘણાએ જીવ પણ ગુમાવ્યા છે. હજીરા વિસ્તારના લોકો ટ્રાફિક સમસ્યા દૂર કરવા માંગ કરી રહ્યા છે.
રોડ પર આડેધડ પાર્ક કરાયેલા ભારે વાહનોના કારણે ગ્રામજનોમાં રોષ
હજીરા વિસ્તાર છેલ્લા ઘણા સમયથી પાર્કિંગની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. હજીરાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં રહેતા લોકોને હજીરા વિસ્તારની ખાનગી કંપનીઓના વાહનો તેમજ કેટલાક ટ્રાન્સપોર્ટરો મુખ્ય માર્ગ પર પાર્ક કરવામાં આવતા હોવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હજીરા વિસ્તારમાં અનેક જીવલેણ અકસ્માતો પણ થયા છે.
આ ગંભીર મુદ્દે સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં હવે સ્થાનિક લોકોએ વોટ્સએપ દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ કરવાનું શરૂ કર્યું છે.
આગામી દિવસોમાં કાંઠા વિસ્તારના યુવાનો ફરિયાદ ઝુંબેશ શરૂ કરશે.
આગામી દિવસોમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે કંઠા વિસ્તારના યુવાનો દ્વારા મુખ્યમંત્રીને વધુમાં વધુ ફરિયાદો કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ વોટ્સએપ દ્વારા ફરિયાદો સ્વીકારવાનું શરૂ કરતાની સાથે જ કાંઠા વિસ્તારના યુવાનોએ ટ્રાફિકના વીડિયો અને ફોટા મુખ્યમંત્રીને મોકલી સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી.
હજીરામાં સરકારી જમીન પર ગેરકાયદે પાર્કિંગ પ્લોટ પણ બનાવવામાં આવ્યા હતા.
હજીરા વિસ્તારના કેટલાક સ્થાનિક આગેવાનોએ જાણે સરકારી જમીન માલિકીની હોય તેમ કમાણી કરવા માટે સરકારી જમીન ભાડે આપી દીધી છે. આ વિસ્તારમાં સેંકડો સરકારી નંબરો પર ગેરકાયદે ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. હજીરા વિસ્તારમાં કાર્યરત સરકારી મહેસૂલ વિભાગના અધિકારીઓને આ કૌભાંડની સંપૂર્ણ જાણકારી છે. પરંતુ તેઓ આંખ આડા કાન કરે છે. હજીરામાં સરકારી જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ છે.