વ્યાજખોરોના ત્રાસથી ઉધનાના યુવકે પહેલા વિડિયો બનાવ્યો અને પછી કર્યો આપઘાત: સ્યુસાઈડ નોટમાં ચાર નામનો ઉલ્લેખ

0

પઠાણી ઉઘરાણી કરનારના ત્રાસથી સુરતના યુવકે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું: સુસાઇડ નોટમાં ચાર વ્યાજખોરોના નામનો ઉલ્લેખ

એક તરફ ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે મુહિમ ચલાવી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે સુરતમાંથી વ્યાજખોરોના આતંકને કારણે એક વ્યક્તિએ જીવન ટુંકાવ્યું આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાંચ ટકા વ્યાજે આપેલા દોઢ લાખ રૂપિયાના અવેજમાં આઠ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી સામે સુરતના એક 30 વર્ષના યુવાને ઘરે ફાંસો ખાય જીવનલીલા સંકેલી છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો હતો જ્યાં પ્રાથમિક તપાસમાં મૃતક પાસેથી ત્રણ પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી.જેમાં પઠાણી ઉઘરાણી કરતા ચાર રાજસ્થાની ઇસમોના નામનો ઉલ્લેખ પણ કરાયો છે.

 

મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના મેડતા સીટી હિદાસકલાનના વતની અને હાલ ઉધના આશા નગર એક રાજ એપાર્ટમેન્ટ ખાતે રહેતા 35 વર્ષીય દીનારામ ઉમારામ જાટ ફર્નિચર બનાવવાનું કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. ગત ૨૨ ડિસેમ્બરના રોજ સવારે દીનારામે પોતાના ઘરમાં ગળેફાસો ખાય આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ દાખલો ઘટના સ્થળે પોહચ્યો હતો જ્યા પ્રાથમિક તપાસ દરમ્યાન દીનારામેઆપઘાત કરવા પહેલા લખેલી એક સુસાઇડ નોટ પોલીસને મળી હતી.આ ઉપરાંત તેણે મોબાઇલમાં વિડીયો પણ બનાવ્યો હતો અને તે વિડિયો તેના ખાસ મિત્રોને ફોરવર્ડ કર્યો હતો.

સુસાઇડ નોટમાં પોતાના વતનના અમરા રામ ઉર્ફે અમરચંદ બક્ષારામ જાટ, અંતારામ બારીક, રામ રતન પુનારામ જાટ અને ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના રૂપા રામ જાટના નામોનો ઉલ્લેખ કરી લખ્યું હતું કે આ ચારે નાણાંની પઠાણી ઉઘરાણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. જેથી આ પગલું ભરી લીધું હતું ઉધના પોલીસે સ્યુસાઇડ નોટ ના આધારે દીના રામની માતાની ફરિયાદ લઈ અમરા રામ ઉર્ફે અમરચંદ બક્ષારામ જાટ, અંતારામ બારીક, રામ રતન પુનારામ જાટ અને ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના રૂપા રામ જાટ સામે દુપ્રેરણા નો ગુનો નોંધી કાયદેસ૨ની કાર્યવાહી શરૂ કરી હતી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *