પરવત પાટિયા ફ્લાયઓવર બ્રિજની નીચેનો ભાગ નવ દિવસ વાહનવ્યવહાર માટે બંધ: વાહનચાલકો ટ્રાફીકમાં અટવાયા

0

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ડ્રેનેજ ગટર નેટવર્કને અપગ્રેડ કરવા માટે પરવત પાટિયા પાસેના બ્રિજની નીચેનો ભાગ વાહનોની અવરજવર માટે બંધ કરી દીધો હતો. આ નાકાબંધીના કારણે સુરત બારડોલી રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આજથી નવ દિવસ સુધી ડ્રેનેજ નેટવર્કનું કામ ચાલુ રહેશે ત્યાં સુધી રસ્તો બંધ રહેશે. આવા સંજોગોમાં આ દિવસોમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનશે અને તેને ઉકેલવા માટે પાલિકા અને પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડશે.

સુરત મહાનગર પાલિકા દ્વારા હાલમાં ડ્રેનેજ નેટવર્કના વિસ્તરણની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત વરાછા ઝોન દ્વારા પરવત પાટિયા વિસ્તારમાં આવેલા કાંગારૂ સર્કલ પુનાગાંવ બ્રિજ પાસે આજથી નવ દિવસ માટે ગટર નેટવર્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે. કામગીરી શરૂ થતાં જ સુરત બારડોલી રોડ પર પરવત પાટિયા કેનાલ રોડ પર વિશ્વકર્મા જંકશન પાસે પુના પાટિયા ફ્લાયઓવર બ્રિજની નીચેનો ભાગ નવ દિવસ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

આગામી નવ દિવસ સુધી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર રહેશે.

સુરત બારડોલી રોડ પર આવા બંધ થવાથી ટ્રાફિક સમસ્યા સર્જાશે તે અંગે પાલિકા અને પોલીસને પહેલેથી જ ખબર હતી. જેના કારણે પાલિકાએ બે વૈકલ્પિક રસ્તાઓ આપ્યા હોવા છતાં આજે પ્રથમ દિવસે પીક અવર્સ દરમિયાન સુરત-બારડોલી રોડ પર ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઈ હતી. પ્રથમ દિવસે આ પ્રકારની સમસ્યાના કારણે આગામી નવ દિવસ સુધી સમસ્યા વધુ ગંભીર બને તેવી શક્યતા નકારી શકાતી નથી. તેથી જ આ નવ દિવસ દરમિયાન નગરપાલિકા અને પોલીસે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે વધુ મહેનત કરવી પડશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *