દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી,હજી બે દિવસ ઠંડીનું મોજુ યથાવત રહેશે
સુરત શહેરમાં ૧૪ ડીગ્રી હજુ બે દિવસ ઠંડીનું મોજુ યથાવત રહેવા સાથે સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે પણ બર્ફીલી ઠંડીનો માહોલ યથાવત રહેતા જનજીવનને અસર થઈ છે કડકડતી ઠંડીનું મોજું અને હાડધ્રુજાવતા ઉતર દિશામાં થી ૬ કી.મીની ઝડપે ફૂંકાતા પવનોના કારણે ઠંડી સ્થિતિ વધુ આકરી બની છે આ ઠંડીનું મોજું હજુ બે દિવસ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
સ્થાનિક હવામાન વિભાગના સૂત્રો મુજબ આજે મંગળવારે લઘુત્તમ તાપમાન ગતરોજની સ્થિતિએ ૧૪ ડિગ્રી સેલ્સિયસ યથાવત રહ્યુંછે. અને મહત્તમ તાપમાન આંશિક વધીને ૨૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૪ ટકા
નોંધાયું છે જ્યારે આજે પણ ઉત્તર દિશામાંથી સુસવાટા મારતા બર્ફીલા પવન ફૂંકાયા હતા જેના કારણે શહેર સહિત જિલ્લાભરમાં કાતિલ ઠંડી પડી રહી છે અને જનજીવન પણ ઠુંઠવાઈ ગયુંછેતેમજ શહેરમાં લોકોદિવસભર મોટાભાગે બહાર નીકળવાનું કામ સિવાય ટાળીને ઘરોમાં પૂરાયેલા રહ્યા હતા નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી હિમ જેવા પવનને કારણે શહેરીજનો વહેલી સાંજથી જ ઘરોમાં ઢબુરાઈ જાય છે. અને માર્ગો પર પાંખો વાહન વ્યવહાર જોવા મળી રહ્યો છે આવી જ સ્થિતિ દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓ ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં જોવા મળી રહી છેજ્યાં જોરદાર ઠંડીની અસર હોવાનું જાણવા મળી રહ્યું છે.