Surat:નવ વર્ષની દેવાંશી આજે સુખ સાહ્યબી છોડીને દીક્ષા લેશે

0
  •  હીરા વેપારીની 9 વર્ષીય દીકરી લેશે દીક્ષા
  • બધી જ મોહ માયા ત્યાગીને 9 વર્ષીય દીકરી જશે સંયમના માર્ગે
  • સંઘવી પરિવારની દેવાંશી જાહોજલાલી છોડી દીક્ષા લેશે
  • દેવાંશીની ભવ્ય વરસીદાન યાત્રા કાઢવામાં આવી હતી

સુરતમા આજે માત્ર નવ વર્ષની બાળ વીરાંગના દેવાંશી દોમ દોમ સાહ્યબી છોડીને દીક્ષા લેવા જઇ રહી છે.સુરતના વેસુ ખાતે આવેલ એક ફાર્મમા દેવાંશીકુમારીનો દીક્ષાનો પાંચદિવસનો મહા મહોત્સવ ચાલી રહ્યો છે.જ્યા મંગળવારે દીક્ષાર્થીની ભવ્યાતિભવ્ય વર્ષિદાન યાત્રા નીકળી હતી. બુધવારે મંગલપ્રભાતે જેની સમગ્ર ભારતનો જૈન સમુદાય કાગડોળે રાહ જોઇ રહી છે તે દીક્ષા વિધિની શરૂઆત થઈ ચૂકી છે. જ્યાં લગભગ 35,000 થી વધુ સંયમ પ્રેમીઓની સાક્ષી દેવાંશી જૈનાચાર્ય કીર્તિયશસુરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા લેશે દીક્ષાના દાન-રજોહરણ અર્પશે.

સદા ખિલખિલાટ હસતી નવ વર્ષની દેવાંશી સર્વ સુખનો ત્યાગ કરી ,બહુ જ જ્ઞાન મેળવી બહુ જ સમજણપૂર્વક સંસાર છોડી રહી છે, વિશાળ પરિવારમાં ઉછરેલી અને સુંદરબેન ભેરૂમલજી પરિવારના મોહનભાઈ અને ભારતીબેનની પૌત્રી તથા હીરા વેપારી ધનેશ તથા અમીબેનની 9 વર્ષની દીકરી દેવાંશી કુમારીની દીક્ષા ઉત્સવ જાન્યુઆરીએ વેસુનાં એક ફાર્મમાં આરંભ થયો હતો. આ દીક્ષા મહોત્સવમાં મંગળવારે અઠવા ગેટ ચોપાટી પાસે ભવ્ય વર્ષીદાનની યાત્રાનો આરંભ થયો હતો.

દેવાંશીના આ દીક્ષા વરઘોડાના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. લગભગ ૧ લાખ આંખોંએ વરઘોડો નિહાળ્યો હતો. આ વરઘોડામાં ચાર હાથી, 20 ઘોડા, 11 ઊંટ તેમજ ઢોલ નગારા અને વિવિધ સંગીતના સુરોની રેલમ છેલમ હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મુંબઈ અને એન્ટવર્પ માં પણ દેવાંશીની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી તેમજ વિદાય સમારોહ યોજાયો હતો

આજે બુધવારે સવારે 5 વાગ્યાથી દીક્ષા વિધિનો આરંભ થયો છે.જેમાં 35 હજારથી વધુ ધર્મપ્રેમીઓ ઉત્સવના સાક્ષીબનશે પાશે આયોજકોનો વિશ્વાસ છે.દેવાંશી દીક્ષા દાનમ્ દીક્ષા મહોત્સવમાં સાક્ષી બનવા ભારતભરમાંથી ધર્મપ્રેમી ઉમટી પડ્યા છે.ત્યારે દીક્ષાર્થીના વિદાય સમારંભમાં દીકરીની સંવેદના એ ઉપસ્થિત હજારો હૈયાના તાર ઝણઝણાવી દીધા હતા.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *