બનાસકાંઠાની 53 વર્ષીય બ્રેઇનડેડ મહિલાના અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળ્યું નવજીવન

0
53-year-old brain-dead woman from Banaskantha gets five persons a new life through organ donation

53-year-old brain-dead woman from Banaskantha gets five persons a new life through organ donation

બનાસકાંઠા(Banaskantha) મુકામે રહેતા ઉષાબેન, સુરતમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ (CA) તરીકે પ્રેક્ટીસ કરતા તેમના પુત્ર મુકેશને ત્યાં છેલ્લા એક મહિનાથી રહેવા આવ્યા હતા. 11 જાન્યુઆરીના રોજ સવારે 4 વાગ્યે ઉષાબેનને ખેંચ આવી વોમીટ થતા પરિવારજનોએ તેમને તાત્કાલીક BAPS પ્રમુખ સ્વામી હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. હસમુખ સોજીત્રાની સારવાર હેઠળ દાખલ કર્યા. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજની લોહીની નસ ફાટી ગઈ હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. હસમુખ સોજીત્રાએ સર્જરી કરી મગજની ફાટી ગયેલી નસનું ક્લીપીંગ કર્યું હતું.

તા. 16 જાન્યુઆરીના રોજ ન્યુરોસર્જન ડૉ.હસમુખ સોજીત્રા, ન્યુરોફીજીશિયન ડૉ.રોશન પટેલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.ચેતન મહેતા, મેડીકલ એડમીનીસ્ટેટર ડૉ.પરસોત્તમ કોરડીયા, ડૉ.વિજેન્દ્ર સિંઘે ઉષાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા. BAPS પ્રમુખ સ્વામી હોસ્પીટલના ડૉ.મોનીક રાઠોડે ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી ઉષાબેનના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ડૉ.મયુર ઠક્કર સાથે રહી ઉષાબેનના પતિ રમેશભાઈ, પુત્ર મુકેશ, જમાઈ જીગર, હિરેન, ઉપેન્દ્ર, ઠક્કર સમાજના અગ્રણી અલ્પેશભાઈ ઠક્કર તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

ઉષાબેનના પતિ રમેશભાઈએ જણાવ્યું કે મારા પત્ની બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્વિત જ છે. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપવા માટે આપ આગળ વધો. ઉષાબેનના પરિવારમા પતિ રમેશભાઈ ભીલડીમાં કાપડની દુકાન ધરાવે છે. પુત્ર મુકેશ સુરતમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે પ્રાઇવેટ પ્રેક્ટીસ કરે છે. ત્રણ પુત્રીઓ નીતા, મિતલ અને મનીષા પરણીત છે.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર સુરતની કિરણ હોસ્પીટલને અને બંને કિડની અમદાવાદની IKDRC ને ફાળવવામાં આવી.

લિવર અને કિડનીનું દાન સુરતની કિરણ હોસ્પીટલના ડો. રવિ મોહન્કા, ડો.પ્રશાંથ રાવ, ડો. ધર્મેશ ધનાણી, ડો. મુકેશ આહિર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢ રહેવાસી 40 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવી રહ્યું છે. જયારે કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRCમાં કરવામાં આવશે.

BAPS પ્રમુખ સ્વામી હોસ્પીટલ થી કિરણ હોસ્પિટલ લિવરને સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીનકોરીડોર બનાવામાં આવ્યો હતો. ઉલેખ્ખનીય છે કે કિડની, લિવર, હ્રદય, ફેફસા, હાથ જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત પોલીસ દ્વારા અત્યાર સુધી 86 ગ્રીનકોરીડોર બનાવવામાં આવ્યા છે.

સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1069 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 448 કિડની, 192 લિવર, 8 પેન્ક્રીઆસ, 43 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 348 ચક્ષુઓના દાનથી કુલ 982 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *