2022નો અંતિમ દિવસ બન્યો ગોઝારો: નવસારી હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં નવ વ્યક્તિના ઘટના સ્થળે મોત

0

નેશનલ હાઇવે નંબર 47 પર ગોઝરો અકસ્માત: બસ અને કાર વચ્ચેના અકસ્માતમાં નવના મોત, 28 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ

નવસારી નજીક નેશનલ હાઇવે નંબર 47 પર ગોઝરો અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ તરફથી આવતી બસ અને વલસાડ થી ભરૂચ તરફ જતી ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં નવ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે 28 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે નવસારી નવસારી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

અંકલેશ્વરની ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ વલસાડથી ભરૂચ તરફ ફોર્ચ્યુનર કારમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન નવસારી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફોર્ચ્યુનર કારના ડ્રાઇવરે ડ્રાઇવિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને બીજા ટ્રેક પર જતી રહી હતી. અને સામેથી આવી રહેલ યાત્રીઓ ભરેલી બસ સાથે અથડાઈ હતી. જેને પગલે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અને કારમાં સવાર આઠ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય એકનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે જેને પગલે મૃત્યુ આંક નવ પર પહોંચ્યો છે.

ફોર્ચ્યુનર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા બસમાં મુસાફરો પૈકી 28જેટલા લોકોને ઈજા પહોંચવા પામી હતી. જ્યારે બસના ડ્રાઇવરને હાર્ટ અટેક આવ્યો હતો. ઘટનામા ઈજા પામેલા 11 જેટલા લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 16 લોકોને વલસાડ ખાતે ડોક્ટર હાઉસમાં સારવાર હેઠળ ખસેડયા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાને કારણે તેને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

હાઇવે પર થયેલા અકસ્માતને પગલે નવસારી જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેકટર, સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યા હતો. હાઇવે પર અકસ્માતની ઘટના બનતા ટ્રાફિક જામ થયો હતો. અને ક્રેનની મદદથી બસને સાઈડ ઉપર કરી ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *