સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા મીડિયા બઝ-2023નું આયોજન

0

મીડિયા ક્ષેત્રે વિદ્યાર્થીઓની છૂપાયેલી પ્રતિભા બહાર લાવવાની સાથે કેરિયરની સફરમાં એક પ્લેટફોર્મ પૂરૂ પાડવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં મીડિયા બઝ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલી 11 પ્રકારની સ્પર્ધા છે. મીડિયા બઝ-2023 આગામી 18થી 20 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઇ શકાશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં મીડિયા બઝ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ મીડિયા બઝ-2023 સ્કૂલોમાં અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મીડિયા ક્ષેત્રમાં એન્ટર થવા માટેનું એક પ્લેટફોર્મ પૂરૂ પાડે છે. મીડિયા બઝ-2023 એક સ્પર્ધા છે. એમાં ઓન સ્પોટ રિપોટિંગ, આર.જે.હંટ, ફોટો ફિચર્સ, શોર્ટ ફિલ્મ, નુકકડ નાટક સહિતની મીડિયા ક્ષેત્રની સાથે સંકળાયેલી 11 પ્રકારની સ્પર્ધા હોય છે. આ સ્પર્ધા યુનિવર્સિટીના જર્નાલિઝન એન્ડ માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં યોજાશે.

જે પણ આગામી 18મીથી 20 જાન્યુઆરી દરમિયાન યોજાશે. મીડિયા બઝ-2023માં સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ-11 અને 12ના વિદ્યાર્થીઓની સાથે કોલેજોમાં અભ્યાસ કરતા અંડર ગ્રેજ્યુએટના પહેલા, બીજા અને ત્રીજા વર્ષના તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટના પહેલા અને બીજા વર્ષના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. મીડિયા બઝ-2023માં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. મીડિયા બઝ-2023માં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે.

એટલું જ નહીં, પહેલો, બીજો અને ત્રીજો રેન્ક લાવનારા વિદ્યાર્થીને ટ્રોફિ સાથે ગોલ્ડ, સિલવર અને બ્રોન્ઝ મેડલ તથા સર્ટિફિકેટ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીએ કોલેજો સાથે જિલ્લા શિક્ષણાધિકારી મારફતથી સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કરતા જણાવ્યું હતું કે, વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે તે માટે આપની કક્ષાએથી વિદ્યાર્થીઓને જાણ કરવા વિનંતી છે. ઉપરાંત વિદ્યાર્થીઓ https://forms.gle/eQt5AWSUS49PNNvr7 પર જઇ રજિસ્ટ્રેશનકરી શકશે.

મીડિયા બઝ-2023ની સ્પર્ધા

• 18મી જાન્યુઆરી, 2023
– વકૃત્વ સ્પર્ધા
– ફોટો ફિચર્સ
– વાર્તાકથન
– ક્રિએટિવ રાઇટિંગ

• 19મી જાન્યુઆરી, 2023
– આર.જે હંટ
– પરંપરાગત ચિત્રકલા
– જાહેરાત બનાવવી
– મોનો એક્ટિંગ અથવા નુકકડ નાટક

• 20મી જાન્યુઆરી, 2023
– ઓન સ્પોટ રિપોર્ટિંગ
– ટ્રેઝર હન્ટ
– શોર્ટ ફિલ્મ

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *