Surat: માલધારી સમાજ લડી લેવાના મૂડમાં, 21 સપ્ટેમ્બરના રોજ ડેરીમા દૂધ નહી આપે

0

હાઇકોર્ટની ટકોર બાદ રાજ્યમાં રખડતા ઢોર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલીક જગ્યા ઉપર માલધારી ના તબેલાઓ પણ તોડી દેવામાં આવ્યા હતા. તો બીજી તરફ થોડા સમયથી માલધારી સમાજ અલગ અલગ મુદ્દાને લઈને રાજ્ય સરકાર સામે આંદોલન પર ઉતર્યો છે. ત્યારે હવે માલધારીઓ જાણે સરકાર સામે લડી લેવાના મૂળમાં હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે સુરતના અમરોલી, છાપરાભાઠા અને વેડ રોડ વિસ્તારમાં માલધારી સમાજના આગેવાનોની એક બેઠક મળી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં માલધારીઓ એકઠા થયા હતા અને તમામ માલધારીઓએ તંત્ર સામે લડાઈ લડવાનું નક્કી કર્યું હતું અને એક સૂરત માં તમામે માલધારી સમાજના લોકોને આહવાહન કર્યું હતું. માલધારી સમાજ ડેરીમાં 21 સપ્ટેમ્બરના રોજ દૂધ ન આપે. આ ઉપરાંત જે પણ જગ્યા ઉપર દૂધનું વેચાણ કરે તે દૂધની કોથળીઓ પર લખવામાં આવે કે કાલે રજા.

 

મહત્વની વાત છે કે, માલધારીઓના તબેલામાંથી ઢોરને તંત્ર દ્વારા લઈ જવાની કામગીરી કરવામાં આવતા માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને માલધારી સમાજ સરકાર સામે પડ્યો છે અને માલધારી સમાજના વિરોધને માલધારી સમાજના ધર્મગુરુથી લઈને અનેક લોકોનું સમર્થન મળી રહ્યું છે ત્યારે 21 સપ્ટેમ્બરના દિવસે માલધારી સમાજ દૂધનું વેચાણ નહીં કરે આ ઉપરાંત ડેરીઓમાં પણ દૂધ નહીં આપે.

માલધારી સમાજની માગણી છે કે, માલધારીઓને પોતાની જમીન લેવાનો અધિકાર છે. દરેક ગામડા અને શહેરમાં વાળા સહિત નવી માલધારી વસાહતો ઊભી કરાઈ પશુપાલકોને દૂધમાં 54 લીટર દીઠની સબસીડી આપવામાં આવે ઢોર નિયંત્રણ કાયદો 2022 રદ કરવામાં આવે. માલધારી સમાજને વર્ષ 1965ના પરિપત્ર મુજબ ખેડૂતનો હક આપવામાં આવે ગૌચર જમીન પર જે દબાણ થયું છે તેને દૂર કરવામાં આવે. રાજ્યની પાંજરાપોળ અને ગૌશાળાને પૂરતી સહાય આપવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોર કે પશુ માટે નવી પાંજરાપોળ બનાવવામાં આવે અને ગૌપાલક નિગમ મારફતે માલધારી સમાજને પૂર્વ ધિરાણ આપવામાં આવે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *