મરઘી પ્રાણી કહેવાય કે પક્ષી ? ગુજરાતમાં જાહેર હિતની અરજી પર ઉઠ્યો આ મહત્વનો સવાલ

0
Is a chicken an animal or a bird? This important question was raised on a public interest petition in Gujarat

Is a chicken an animal or a bird? This important question was raised on a public interest petition in Gujarat

આપણે બાળપણથી(Childhood) એક પ્રશ્ન સાંભળતા આવ્યા છીએ કે પહેલું શું આવ્યું, મરઘી(Hen) કે ઈંડું(Egg) ? આ પ્રશ્ન આજ સુધી લોકો માટે કોયડો બનીને રહ્યો છે. આ સવાલનો જવાબ આપવામાં લોકો મસ્તી કરતા જોવા મળે છે. હજુ લોકોને આ સવાલનો જવાબ પણ મળ્યો ન હતો કે બીજો પ્રશ્ન સામે આવ્યો છે કે શું ચિકનને પ્રાણીઓની શ્રેણીમાં રાખવામાં આવે. આ પ્રશ્નના જવાબ માટે બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજીની સુનાવણી થઈ હતી.

તાજેતરમાં એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન અને અહિંસા મહાસંઘ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ કોર્ટે દુકાનોમાં મરઘીઓના કતલ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટનો આ નિર્ણય આવતા જ ગુજરાતના ઘણા મોટા શહેરોમાં સ્થાનિક પ્રશાસને માંસની દુકાનો બંધ કરી દીધી હતી. ત્યારથી માંસ વેચતા દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે સુરતમાં પણ માંસનો મોટો ધંધો છે, પરંતુ ત્યાંની કોર્પોરેશને મહાનગર પાલિકા વિસ્તારમાં દુકાનો બંધ કરાવી દીધી હતી.

ચિકનને પ્રાણી કે પક્ષી તરીકે કઈ શ્રેણીમાં રાખવું જોઈએ?

સાથે જ હવે કોર્ટના આ નિર્ણય સામે પોલ્ટ્રી ટ્રેડર્સ અને ચિકન શોપના માલિકોએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે કોર્ટની પ્રથમ સુનાવણી બુધવારે થઈ રહી છે. દરમિયાન એક પક્ષે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ચિકનને કઈ શ્રેણીમાં રાખવામાં આવશે. તેને પ્રાણી કે પક્ષી માનવા જોઈએ. અરજદારોએ માંગ કરી છે કે મરઘીઓની કતલ કતલખાનામાં જ થવી જોઈએ. જ્યારે પોલ્ટ્રી ટ્રેડર્સ અને ચિકન શોપના માલિક તેનો વિરોધ કરી રહ્યા છે. તેમણે કોર્ટને કહ્યું છે કે આ માંગ વ્યવહારુ નથી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *