Gujrat: રાજ્યમાં મોંઘવારી, ડ્રગ્સ અને બેકારીને લઈ કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા હવે મેદાનમાં ઉતરી છે. રાજ્યમાં મોંઘવારી, ડ્રગ્સ અને બેકારીને લઈ વિરોધ નોંધાવવા કોંગ્રેસ દ્વારા આગામી ૧૦ સપ્ટેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુંછે. સવારે ૮થી ૧૦વાગ્યા સુધી વેપારીઓને બંધ પાળવા માટે અપીલ કરશે. તો કોંગ્રેસ આવતીકાલે શનિવારે રાજ્યના તમામ તાલુકામાં વિરોધ પ્રદર્શનકરશે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોંઘવારી,બેરોજગારી અને ડ્રગ્સથી લોકો પરેશાન છે, તેથી ૧૦સપ્ટેમ્બરે પ્રતિકાત્મક બંધ રહેશે. બંધને સફળ બનાવવા કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરશે.
૨૭ ઓગસ્ટના રોજ ગુજરાતના તમામ તાલુકામાં મોંઘવારી ગુજરાતના તમામ તાલુકામાં મોંઘવારી અને બેરોજગારીને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ૫ સપ્ટેમ્બરે રાહુલગાધી અમદાવાદમાં આવશે અને ગુજરાતના બૂથ પ્રભારીઓને સંબોધશે.
કોંગ્રેસના તમામ નેતાઓ ૨૪થી ૨૬ સપ્ટેમ્બર સુધીમાં તેમના વિધાનસભાના બૂથ ૫૨ જશે અને મતદારોનો સીધો સંપર્ક કરશે. કોંગ્રેસનો ટાર્ગેટ ત્રણ દિવસમાં દરેક વિધાનસભામાં ૧૦૦૦૦ ઘરો સુધી સીધો સંપર્ક સ્થાપિત કરવાનો છે. ખાસ કરીને નબળા બૂથ પર ફોકસ કરવામાં આવ્યુ છે.