દિલ્હીમાં ઓપરેશન લોટસ ફેલ ગયું, સરકાર પાડવાની કરી હતી તૈયારી : આપ

દિલ્હીમાં દારૂ કૌભાંડની તપાસ વચ્ચે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે ભાજપ પર રાજધાનીમાં ઓપરેશન લોટસ ચલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમનું માનીએ તો બીજેપી સરકાર પાડવાની ફિરાકમાં હતી, પણ આ ઓપરેશન ફેલ કરી દેવાયું છે.

સરકાર તોડવા માટે હતી તૈયારી : કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે દિલ્હીમાં ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું. આ દરોડા માત્ર દિલ્હીમાં ‘આપ’ સરકારને તોડવા માટે જ પાડવામાં આવ્યા હતા? જેમ કે તેઓએ અન્ય રાજ્યોમાં કર્યું છે. હવે મુખ્યમંત્રીનું આ નિવેદન મહત્વનું છે કારણ કે સોમવારે મનીષ સિસોદિયાએ સૌથી પહેલા મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમને ભાજપ તરફથી મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી હતી. એમ પણ કહ્યું તેમને ભાજપ તરફથી સીએમ પદની ઓફર કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો પાર્ટી વિખેરી નાખવામાં આવશે, તો તેમના પરના તમામ આરોપો પાછા ખેંચી લેવામાં આવશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed