Gujarat: રાજકોટ ઝૂમાં પ્રથમ વખત બે ચિંકારાનો જન્મ થયો

0
2017માં જૂનાગઢથી 1 નર અને 2 માદા લવાઈ’તી

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઝૂઓલોજિકલ પાર્કમાં ચિંકારાના બે બચ્ચાંનો જન્મ થયો છે જે પ્રથમ ઘટના હોવાનું જણાવ્યું છે. ઝૂના જણાવ્યા અનુસાર વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ સક્કરબાગ ઝૂમાંથી 1 એપ્રિલ 2017ના રોજ રાજકોટ ઝૂને એક નર અને બે માદા ચિંકારા આપવામાં આવ્યા હતા. ચિંકારા હરણને ઝૂનું કુદરતી વાતાવરણ અનુકૂળ આવ્યું હતું જેથી બ્રીડિંગ સફળ રહેતા બંને માદા ચિંકારાએ એક એક બચ્ચાંને જન્મ આપ્યો છે આ બંને બચ્ચાં હાલ એક માસના થયા છે અને સ્વસ્થ છે.

ચિંકારાને ખુલ્લા અને ઘાસિયા મેદાનો, નદી કાંઠા વધુ અનુકૂળ આવે છે આમ છતાં ક્યારેક રણ અને ડુંગરાળમાં પણ જોવા મળે છે. કુદરતી સ્વરૂપે રાજકોટની નજીક હિંગોળગઢ સહિતના વિસ્તારો તેમજ ગીર, ગિરનાર, કચ્છના નાના મોટા રણમાં જોવા મળે છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *