Surat:આજથી કોવીડ હૉસ્પિલમાં શરૂ થશે ઓપીડી અને ઇન્ડોર સુવિધા
નવો વેરિયન્ટ બીએફ-૭ના ફેલાવાની આશંકાને કારણે, કોરોનાના પેટા વેરિયન્ટ ઓમિક્રોન, મેડિસિન વિભાગના એસોસિયેટ પ્રોફેસરને નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી સિવિલની કોવિડ-૧૯ હોસ્પિટલમાં સોમવારથી ઓપીડી અને ઇન્ડોર સુવિધાઓ શરૂ કરવામાં આવશે. પરંતુ પીઆઇયું વિભાગે હજુ સુધી પહેલા માળે કામ પૂરું કર્યું નથી, જેના કારણે માત્ર ૪૫-૫૦ બેડની જ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે તંત્રએ ૩૦૦ બેડ તૈયાર કરવાની વાત કરી છે.
કોરોનાનો નવો વેરિયન્ટ બીએફ-૭ ચીનમાં તબાહી મચાવી રહ્યો છે. જેને લઈને ભારત દેશ એલર્ટ મોડમાં આવી ગયો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને માર્ગદર્શિકા મોકલી છે. આ અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગની સૂચનાના આધારે નવી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવારક રોના દર્દીઓ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ ભારતમાં નવા વેરિયન્ટની લહેર આવવાની શક્યતાઓ ઘણી ઓછી છે. પરંતુ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. આરોગ્ય વિભાગની સૂચના મુજબ, નવી સિવિલની કોવિડ-૧૯ હોસ્પિટલ સોમવારથી દર્દીઓ માટે ફરીથી ખોલવામાં આવી રહી છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતે અધિકારીઓની બેઠકમાં મેડિસિન વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ.અશ્વિન વસાવાને કોરોના નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓપીડીમાં આવતા દર્દીઓની જવાબદારી પલ્મોનરી મેડિસિન વિભાગના ચે૨૫ર્સન ડો.પારુલ વડગામાને સોંપવામાં આવી છે. મેડિસિન, બાળરોગ અને એનેસ્થેસિયા વિભાગના ડોક્ટરોને કોરોનાની સારવાર માટે દાખલ દર્દીઓનીવા જવાબદારી સોંપવામાં આવી છે.
સ્ટેમસેલ બિલ્ડિંગમાં તાજેતરની વ્યવસ્થા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર ૪૫-૫૦ બેડની સુવિધા ધરાવતા વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. સિનિયર ડોકટરો, રેસિડેન્ટ, ઇન્ટર્ન, ર્નસિંગ સ્ટાફ, લેબ ટેકનિશિયન, એક્સ-રે ટેકનિશિયન, ડેટા ઓપરેટર, ફાર્માસિસ્ટ, ઓક્સિજન ઓપરેટર્સ, ચોથા વર્ગના કર્મચારીઓ અને સિક્યુરિટી ગાર્ડ સહિત કુલ ૫૦ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારે નવી સિવિલ હોસ્પિટલમાં ૩૦૦ બેડ તૈયાર કરવા સૂચના આપી હતી. પરંતુ સોમવા૨ સુધી તમામ બેડની તૈયારીઓ અધૂરી રહી હતી. સૂત્રોએ જણાવ્યું કે પીઆઈયુ વિભાગે ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ કરીને વહીવટીતંત્રને સોંપી દીધું છે. બીજી તરફ મંગળવાર કે બુધવાર સુધીમાં પ્રથમ માળે દર્દીઓની ભરતી માટેની વ્યવસ્થા શરૂ કરી દેવાની શક્યતા અધિકારીઓએ વ્યક્ત કરી છે.