Health : ઝડપથી વજન ઘટાડવા વધારે પડતી કસરતથી થતા નુકશાન વિશે જાણો છો ?
છેલ્લા 2 વર્ષોમાં સ્થૂળતામાં(Obesity) વધારો થયો છે કારણ કે કોરોના (Corona) વાયરસ રોગચાળાને પગલે લોકડાઉન અને ઘરેથી કામ કરવાની સંસ્કૃતિને કારણે શારીરિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે જે લોકો વધતા વજનથી પરેશાન છે તેઓ જિમ જવા લાગ્યા છે. આવા સમયે ઝડપી પરિણામ મેળવવા માટે જો વ્યક્તિ જરૂરિયાત કરતાં વધુ કસરત કરે છે તો શું તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? ફિટ રહેવા માટે હેલ્ધી ડાયટની સાથે રોજની કસરત પણ મહત્વપૂર્ણ છે, પરંતુ જો તમે વિચાર્યા વગર વર્કઆઉટ કરો છો તો તે તમારા માટે હાનિકારક પણ બની શકે છે. જીમમાં વર્કઆઉટ કરતી વખતે આપણે કઈ ભૂલો કરીએ છીએ?
તમે જોયું હશે કે કેટલાક લોકો જીમમાં વેઈટ ટ્રેનિંગ દરમિયાન ભારે વજન ઉપાડવાનું શરૂ કરે છે, જે તેમને સ્લિપ્ડ ડિસ્કના જોખમમાં મૂકે છે, જેને ‘પ્રોલેપ્સ્ડ ઈન્ટરવર્ટિબ્રલ ડિસ્ક’ અથવા સ્લિપ્ડ ડિસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે.
જેમને ફિટનેસ મેળવવા માટે એક્સરસાઇઝ પર આધાર રાખવો પડે છે તેમણે કોઇ એક્સપર્ટ કે ટ્રેનર વગર કોઇપણ એક્સરસાઇઝ કરવી જોઇએ નહીં. એક કસરત અને બીજી કસરત વચ્ચે 2 થી 3 મિનિટનું અંતર રાખો, તેનાથી હૃદયને થોડો આરામ મળે છે અને જોખમ ટાળે છે.