સુરત કોર્પોરેશનનમાં પહેલી વાર ચાર નવા નાયબ આરોગ્ય અધિકારીઓની પસંદગી, બે નવી જગ્યા ઉભી કરાઈ
સુરત (Surat) મનપા આરોગ્ય વિભાગમાં કોરોના(Corona) દરમિયાન ઉભી થયેલી જરૂરિયાતને ધ્યાને રાખે ઉભી કરાયેલ બે નવી વધારાની જગ્યા સહિત કુલ પાંચ નાયબ આરોગ્ય અધિકારીઓની જગ્યા ભરવા માટે ખડી સમિતિ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. ઇન્ટરવ્યુ બાદ ખડી સમિતિના અધ્યક્ષ દ્વારા ચાર નાયબ આરોગ્ય અધિકારીઓની પસંદગીની જાહેરાત કરી હતી.
ઇબીસી કેટેગરીની જગ્યા માટે કોઈ ઉમેદવાર ન હોવાથી આ જગ્યા હાલ ખાલી રહી છે. આગામી દિવસોમાં ફરી આ જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવશે. સુરત મનપાના વિવિધ વિભાગ અને ઝોનોમાં ફરજ બજાવતા અનુભવી ડોક્ટરોની પસંદગી કરવામાં આવી છે. તથા દરેક નિમણૂક સામે એક-એક ઉમેરવાની વેઇટીંગ યાદી પણ તૈયાર કરવામાં આવી છે.
સુરત મનપામાં આરોગ્ય વિભાગમાં જે પાંચ નાયબ આરોગ્ય અધિકારીઓની પસંદગી થઇ છે, તેમાં હાલ લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા ડો. સંજય દાસ નાયબ આરોગ્ય અધિકારી (ડિઝાસ્ટર) તરીકે પસંગદી થઇ છે જ્યારે વેઇટીંગમાં ડો. જય સોલંકીની પસંદગી કરવામાં આવી છે. કતારગામ ઝોનમાં ફરજ બજાવતા ડો.અમિત પટેલની નાયબ આરોગ્ય અધિકારી (પબ્લીક હેલ્થ) તરીકે પસંદગી થઇ છે તેના વેઇટીંગમાં ડો. સર્મથ સીહોરા, તથા વેકસીન વિભાગમાં ફરજ બજાવતા ડો. રીકીતા પટેલની પસંદગી નાયબ આરોગ્ય અધિકારી તરીકે થઇ છે તેના વેઇટીંગમાં ડો. નિમેશ દેસાઇ, અને સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવતા ડો. ધ્વની પટેલની પસંદગી નાયબ આરોગ્ય અધિકારી સર્વેલન્સ તરીકે થઇ છે તેના વેઇટીંગમાં ડો. અલ્પારાની દત્તાની પસંદગી કરવામાં આવી છે.