Cyclone Biparjoy : 27 હજાર લોકોનું કરાયું રેસ્ક્યુ : જખૌ બંદર નજીક લેન્ડફોલ થાય તેવી ધારણા

0
Cyclone Biparjoy: 27 thousand people rescued: Expected to make landfall near Jakhou port

Cyclone Biparjoy: 27 thousand people rescued: Expected to make landfall near Jakhou port

પ્રશાસને અત્યાર સુધીમાં વિવિધ દરિયાકાંઠાના(Sea) જિલ્લાઓમાંથી 27,000 લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં (Shelter) ખસેડ્યા છે કારણ કે ચક્રવાત ‘બિપરજોય’ ગુરુવારે સાંજે ગુજરાતના કચ્છ જિલ્લામાં જખૌ બંદર નજીક લેન્ડફોલ કરે તેવી ધારણા છે. સરકારનો ઉદ્દેશ્ય દરિયાકિનારાથી 10 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, “અતિ ગંભીર ચક્રવાત” તરીકે ‘બિપરજોય’ 15 જૂનની સાંજે જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે. આ દરમિયાન 125-135 કિમી પ્રતિ કલાકથી મહત્તમ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15મી જૂને કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં 20 સેમીથી વધુ વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં એટલો વરસાદ પડતો નથી, તેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા પણ વધી જશે. બીજી તરફ પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર, કચ્છના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણથી છ મીટર ઊંચા મોજા ઉછળશે. રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કહ્યું કે અમે લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં લગભગ 27 હજાર લોકોને સુરક્ષિત રીતે અસ્થાયી આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવ્યા છે.

27,000 લોકોમાંથી, કચ્છ જિલ્લામાંથી લગભગ 6,500, દેવભૂમિ દ્વારકામાંથી 5,000, રાજકોટમાંથી 4,000, મોરબીમાંથી 2,000, જામનગરમાંથી 1,500થી વધુ, પોરબંદરમાંથી 550 અને જૂનાગઢ જિલ્લામાંથી 500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) એ હવામાન વચ્ચે રાતભરની કામગીરી બાદ ગુજરાતના દ્વારકા કિનારે 40 કિમી દૂર ઓફશોર પ્લેટફોર્મ (ઓઇલ રિગ) પરથી 50 કામદારોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા.

રાજ્ય સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે આ ચક્રવાતને કારણે કોઈ જાનહાનિ ન થાય. આ બચાવ કામગીરી મંગળવારથી બે તબક્કામાં હાથ ધરવામાં આવી રહી છે. સૌથી પહેલા બીચથી પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવશે.

આ પછી, કિનારાથી પાંચથી 10 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવશે. આ દરમિયાન બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને પ્રાથમિકતા આપવામાં આવશે. તે જ સમયે, ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં NDRF અને SDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે. જખૌમાં સોમવારથી બચાવ કામગીરી ચાલી રહી છે. બિપરજોય ચક્રવાતના આગમન પહેલા ગુજરાતના સૌથી વ્યસ્ત બંદરોમાંનું એક જખૌ બંદર હવે નિર્જન થઈ ગયું છે. સાથે જ દરિયામાં હલચલ વધી છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ થઈ રહ્યો છે.

બિપરજોય 15મી જૂન એટલે કે ગુરુવારે બંદરે પહોંચે તેવી શક્યતા છે. જેને જોતા બંદરની આસપાસથી સામાન્ય લોકોને હટાવવામાં આવ્યા છે. સેંકડો માછીમારી બોટોને કિનારે લાવવામાં આવી છે. તેમને કુદરતના પ્રકોપથી બચાવવા માટે કતારોમાં ઊભા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચક્રવાતની ચેતવણી બાદ કંડલાનું સૌથી મોટું બંદર પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે મજૂરો સહિત લગભગ 3,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમજ માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

હવામાન વિભાગે ગુરુવારે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ ઉપરાંત ચક્રવાતના પ્રભાવ હેઠળ 16 જૂન સુધી સપાટી પરના મજબૂત પવનો પણ ચાલવાની શક્યતા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *