Surat: અડાજણ કેબલ બ્રિજ પાસેથી ત્યજી દેવાયેલુ બાળક મળ્યું
• રાહદારીની નજર જતા પોલીસને જાણ કરાઈ
• બાળકને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
• પોલીસે અજાણીયા ઈસમ વિરોધ 317 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
સુરતના અડાજન વિસ્તારમાં કેબલ બ્રિજ પાસેથી બે થી ત્રણ મહિનાનું બાળક મળી લાવારીસ હાલતમાં મળી આવ્યું હતું. રજદરીની નજરમાં આ બાળક આવતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે અડાજણ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાએ સ્થળે દોડી આવ્યા હતા. અને બાળકનો કબ્જો લઈ સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ કેબલ બ્રિજ પાસેથી ગતરોજ રાતના 10:30 વાગ્યાની આજુબાજુ અઢીથી ત્રણ મહિનાનું બાળક (છોકરો)રાહદારીની નજરે આવ્યું હતું. બાળક સાથે કોઈ ન દેખાતા રાહદારી દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે અડાજણ પોલીસ તથા સી ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાળકનો કબજો લઈ તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તે સ્વસ્થ્ય હોવાનું માલુમ પડ્યું છે. હાલ તો સિવિલ નો સ્ટાફ અને સી ટીમ આ બાળકની સાર સંભાળ રાખી રહ્યા છે.
પોલીસે આ બનાવમાં ગુનો દાખલ કરી બાળકને રસ્તા પર રજડતો કરનાર પરિવારને શોધખોળ હાથ ધરી છે. તેમજ બાળક જે સ્થળ પરથી મળી આવ્યું તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ત્યારે આ બાળક કયાથી આવ્યું.ક્યાં કારણોસર કોણ મૂકી ગયું તે તો પોલીસ તાપસ બાદ જ બહાર આવશે.