Surat: સીમાડા ચેકપોસ્ટ પાસેથી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા
31st ડિસેમ્બરને લઈ સુરત પોલીસ શહેરમાં નશાયુક્ત પ્રદાર્થો ના વેચાણ સામે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.તે દરમ્યાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સીમાડા પોલીસ ચેકપોસ્ટ પાસેથી બે ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી રૂા. ૧.૯૪ લાખથી વધુ કિંમતના ૧૯.૪૫ ગ્રામ એમડી ડ્રગ્સ અને તથા કાર મળી રૂા. ૪.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં તેઓએ કબૂલાત કરતા જણાવ્યું હતું કે આ માલ તેઓ મુંબઈથી એક ઈસમ પાસેથી ખરીદીને લાવ્યા હતા.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ શહેરમાં નશાકારક પ્રદાથોનું વેચાણ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતો તે વખતે વરાછા રોડ વિસ્તારમાં રહેતા બે ઇસમો મુંબઇથી મેફ્રોડ્રોન ડ્રગ્સ લઇને કારમાં આવી રહ્યા છે તેવી બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચે સીમાડા પોલીસ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી સુરત પાસિંગની કારને અટકાવી તલાસી લેતા તેમાંથી ૧૯.૪૫ ગ્રામ કિંમત રૂા. ૧.૯૪.૫૦૦નો જથ્થો મળી આવતા પોલીસે કારમાં સવાર શૈલેષભાઇ નાથુભાઇ પટેલ અને કમલેશ બાવનજીભાઇ ચોવટીયાને ઝડપી પાડી તેમની પાસેથી એમડી ડ્રગ્સ, રોકડા રૂપિયા ૧.૦૧ લાખ, મોબાઇલ ફોન તેમજ કાર મળી રૂા. ૪.૩૦.૭૩૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. શૈલેષ પટેલ મોટર ડ્રાઇવિંગ કરે છે જ્યારે કમલેશ ચોવટીયા કલરકામના ધંધા સાથે સંકળાયેલો છે.
ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આ એમડી ડ્રગ્સ મુંબઇના મીરા-ભાયંદર રોડ ખાતે એક ઇસમ પાસેથી ખરીદી કરીને સુરત લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. આબંને ઇસમો અગાઉ પણ મુંબઇથી એમડી ડ્રગ્સ સુરત લાવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે સારોલી પોલીસે એનડીપીએસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.