કર્ણાટકમાં BJP ધારાસભ્યના પુત્રને ત્યાં લોકાયુક્ત અધિકારીઓના દરોડા : 6 કરોડની રોકડ મળી આવી

0
BJP MLA's son in Karnataka raided by Lokayukta officials

BJP MLA's son in Karnataka raided by Lokayukta officials

કર્ણાટકમાં (Karnatak) બીજેપી ધારાસભ્ય(MLA) મદલ વિરુપક્ષપ્પાના પુત્ર પ્રશાંત મદલના ઘરે લોકાયુક્ત અધિકારીઓએ દરોડા પાડ્યા છે. દરોડામાં ધારાસભ્યના પુત્રના ઘરેથી અંદાજે 6 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે.. શોધખોળ હજુ ચાલુ છે. અગાઉ, બેંગલુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (BWSSB) ના ચીફ એકાઉન્ટન્ટ પ્રશાંત મદલ ગુરુવારે કર્ણાટક લોકાયુક્ત અધિકારીઓ દ્વારા 40 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા અને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી.

પ્રશાંત, ચન્નાગિરી વિધાનસભા ક્ષેત્રના ભાજપના વર્તમાન ધારાસભ્ય કે. મદલ વિરુપક્ષપ્પાના પુત્ર છે. કર્ણાટકમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની હોવાથી આ ઘટનાને સત્તારૂઢ ભાજપ માટે ગંભીર આંચકા તરીકે જોવામાં આવી રહી છે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે વિપક્ષ કર્ણાટકમાં ભાજપ સરકાર પર 40 ટકા ‘કમીશન’ અને સરકારી ટેન્ડરમાં લાંચ લેવાના મુદ્દે પ્રહારો કરી રહ્યા છે.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રશાંતે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 80 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. તે તેની ઓફિસમાં 40 લાખ રૂપિયા સ્વીકારતી વખતે રંગે હાથે ઝડપાયો હતો. પ્રશાંતને લોકાયુક્ત પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને હવે તે દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે.

કર્ણાટક સોપ એન્ડ ડીટરજન્ટ લિમિટેડ (KSDL) ને કાચો માલ પૂરો પાડવા માટે ટેન્ડર આપવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પ્રશાંતના પિતા KSDLના પ્રમુખ છે. અધિકારીઓ ભાજપના ધારાસભ્ય વિરુપક્ષપ્પાની પૂછપરછ કરે તેવી શક્યતા છે કારણ કે કાચા માલની ખરીદીના ટેન્ડર માટે KSDL ચેરમેન પાસેથી લાંચના નાણાં મળ્યા હતા.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *