Surat: ગણેશની વિસર્જન યાત્રામાં ધાર્મિક સિવાઈ ફિલ્મી ગીતો વગાડવા પર પ્રતિબંધ 

0

ગણેશ મહોત્સવના તહેવાર નિમિત્તે ગણેશજીની પ્રતિમાઓની તા.૩૧/૦૮ ૨૦૨૨ના ૨ોજ સ્થાપના અને તા.૦૯/૦૯/૨૦૨૨ ના રોજ મૂર્તિઓનું વિસર્જન, સરઘસ નીકળનાર છે. આ મહોત્સવ અગાઉ મૂર્તિકારો તરફથી મૂર્તિઓના કદ બાબતે ઉંચાઇનું યોગ્ય ધોરણ જળવાઈ રહે અને વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાય ટ્રાફિકની સમસ્યા ઉભી નહિ થાય તેમજ કાયદો-વ્યવસ્થા જળવાય રહે એ હેતુથી સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહે૨નામા દ્વારા શહેરી વિસ્તારમાં જરૂરી નિયંત્રણો મુકયા છે.જે આ પ્રમાણે છે.

  • મૂર્તિઓના વિસર્જનના દિવસે મૂર્તિઓ વાજતે ગાજતે નાચતાગાતા લઇ જતી વખતે ધાર્મિક ભજનો સિવાય અન્ય ફિલ્મી સંગીત કે ફિલ્મી ગીતો વગાડવા નહીં.
  • આ જાહે૨નામા અનુસાર નિયંત્રણો મૂક્યા છે. જેમાં.. તા.૧૧/૦૯|૨૦૨૨ સુધી જરૂરી નિયંત્રણો મૂક્યા છે.
  • ગણેશજીની મૂર્તિ ફોરવ્હીલ કરતા વધુ વ્હીલના ટ્રેઇલરો ઉપ૨ લઇ જવી નહીં.
  • શોભાયાત્રામાં ઊંટગાડી, બળદગાડું, હાથી કે ટ્રેઇલરનો ઉપયોગ કરવો નહિ
  • મૂર્તિ સ્થાપના સ્થળોએ તેમજ વિસર્જનના દિવસે જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર તેમજ વાહનોમાં આવતા-જતા માણસો ઉપર કોઇ પણ પ્રકારના રંગો કે પાઉડર છુટા પાણી કે અન્ય તૈલી પદાર્થોમાં મિશ્રીત કરી ગણેશ નડાડવા છાંટવા કે ફેં કવા ન હી’
  •  પી.ઓ.પી.ની મૂર્તિઓ અને ફાયબરની મૂર્તિ નદી, તળાવ કુદરતી સહિતના જળસ્ત્રોતમાં વિસર્જન કરવું નહીંવેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવી નહીં
  • વિસર્જન થયા બાદ તમામ મંડપો બે દિવસથી વધારે સમય રાખવા નહીં
  • પરિમટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા નહી અને  આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *