Surat: સુરતની એક યુવતીએ 50 કિલો મક્કાઈના ડોડાથી બનાવ્યા ગણેશ

0

બુધવારથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. અને ગણેશ ચતુર્થી તિથિ પર ગણેશ મૂર્તિની સ્થાપના સાથે 10 દિવસ સુધી ગણેશોત્સવનો તહેવાર ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ભક્તોએ અલગ-અલગ થીમ પર શ્રીજીની સ્થાપના કરી છે,ત્યારે ડૉ. અદિતિએ મકાઈમાંથી ગણપતિજી બનાવ્યા છે. ભગવાન ગણેશની મૂર્તિ 50 કિલો મકાઈમાંથી બનાવવામાં આવી છે. અને આ મૂર્તિ હાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં સ્થાપિત છે.

શહેરની દરેક ગલી મહોલ્લાઓમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી અનોખા ગણપતિ બનાવનાર ડો.અદિતિ મિત્તલે આ વર્ષે દેશી મકાઈમાંથી અનોખા ગણપતિ જી બનાવ્યા છે. અને મકાઈના રેસામાંથી તેમણે ગણપતિજીનું વાહન ઉંદર બનાવ્યું છે.

ડૉ. અદિતિ મિત્તલે કહ્યું, “દર વર્ષે હું અલગ પ્રકારના ગણપતિ બનાવું છું, તેથી આ વર્ષે હું કંઈક અલગ બનાવવા માંગતી હતી. જે પ્રકૃતિ સાથે જોડાયેલ છે અને તેથી મેં મકાઈમાંથી ગણપતિ બનાવવાનું વિચાર્યું. મેં 250 મકાઈ મિક્સ કરીને ગણપતિજી બનાવ્યા. તેમનું વાહન દેશી મકાઈની કોઇલ અને મકાઈના ફાઈબરમાંથી બને છે.

 દસ દિવસ પછી ગરીબ બાળકોને મકાઈની ભેલનું વિતરણ કરવામાં આવશે

દસ દિવસમાં મકાઈ બગડી ન જાય તે માટે અમે કાચી મકાઈ લાવીને આ મૂર્તિ બનાવી છે. દસ દિવસ પછી આ મકાઈને રાંધીને મકાઈની ભેલ બનાવીને ગરીબ બાળકોને વહેંચવામાં આવશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *