અસ્થમાનાં પેશન્ટ્સ સાવધાન: શિયાળામાં ઠંડી વધતા શ્વાસનળી સંકોચાય એટલે અસ્થમાનો હુમલો તીવ્ર બને, જાણો કઈ રીતે રાખશો કાળજી

0

Asthma attacks: અત્યારે ઠંડી વધી છે અને હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આવનારા દીસોમાં ઠંડી વધી રહી છે.ત્યારે શિયાળામાં ઠંડી વધતા શ્વાસનળી સંકોચાય એટલે અસ્થમાનો હુમલો તીવ્ર બને છે એવામાં અસ્થમાનાં દર્દીઓ ખાસ ધ્યાન રાખવું જરૂરી બની બની જાય છે.

સુરત શહેરનાં જાણીતા પલ્મોનોલોજીસ્ટ ડો.સમીર ગામી જણાવે છે કે-આ સમય અસ્થમાનાં દર્દીઓ માટે સાવચેતીનો સમય છે. અસ્થમા એ કોઈપણ પ્રકારની ડીસએબિલીટી નથી.એ એક પ્રકારનો રોગ છે. અસ્થમાના દરેક પેશન્ટએ એટલું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે અસ્થમા તમને જીવન જીવતા અને માણતા રોકી શકે નહિ. તમે અસ્થમાને ખુબ મજબૂતાઇથી હરાવી શકાઓ છો.

ઠંડી વધતા અસ્થમાની સમસ્યા કેમ વધે?

ડો.સમીર ગામી કહે છે કે ઠંડી વધવાને કારણે શ્વાસનળી સંકોચાય છે અને સૂકી હવામાં ધૂળ અને રજકણોનું પ્રમાણ પણ વધે છે જેને કારણે અસ્થમાનો હુમલો આવવાની સંભાવનાઓ વધી જાય છે. આ સાથે ઇમ્યુનિટી સિસ્ટમ નબળી બનવાને કારણે અસ્થમાની તકલીફ વધે છે.

અસ્થમાનાં દર્દીઓએ આ સાવધાનીઓ રાખવી જોઇએ

કારણ વિના ઘરની બહાર ન નીકળો :જો તમને અસ્થમાનાં હુમલાઓ આવતા હોય અને વારંવાર આવતા હોય તો જ્યારે ઠંડીનું પ્રમાણ વધે ત્યારે વારંવાર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ. જો તમારે કોઇ કામને કારણે બહાર જવું પડે એમ જ હોય તો તમારે શ્વાસ લેતા પહેલા તમારા નાક અને મોઢાને સ્કાર્ફથી ઢાંકી લેવો જોઇએ.

ડાયેટ બદલોઃ શિયાળા દરમિયાન તમારે તમારા ડાયેટમાં જરૂરી ફેરફાર કરવા જોઇએ. આ માટે તમારે ડોક્ટરની સલાહ લેવી જોઇએ. શક્ય એટલા પ્રવાહી પદાર્થોનું સેવન વધારવું જોઇએ, જેથી તમારા ફેફસા લાળને પાતળી રાખી શકે.

ઇન્ફેક્શનથી દૂર રહોઃ જો તમે કો-મોર્બિડની લાઇનદોરીમાં આવતા હોવ અને તમારી ઇમ્યુન સિસ્ટમ નબળી હોય તો તમારે એવા લોકોથી દૂર રહેવું જોઇએ જે બિમાર છે. જેમની શરદી-ખાંસીની તકલીફ હોય એવા લોકોને મળવાનું ટાળવું જોઇએ-નહીંતર એમનો ચેપ તમને લાગી શકે છે.

ઘર અને ઓફિસમાં હાઇજીન મેઇન્ટેન રાખો: અસ્થમાનો હુમલો આવવાનું એક કારણ ધૂળ અને રજકણ પણ છે. શિયાળાના સમયમાં વાતાવરણ સૂકું હોવાને ધૂળ અને રજકણો શ્વાસનળી મારફતે સીધા શ્વાસમાં જાય છે અને અસ્થમાના હુમલાને વધુ તીવ્ર બનાવે છે એટલે જ શિયાળાના સમય દરમિયાન જ્યારે ઠંડી વધારે પડી રહી હોય ત્યારે ઘર અને ઓફિસમાં હાઇજીનનું પ્રમાણ જળવાયેલું રહે એનું ખાસ ધ્યાન રાખો.

રોજ પ્રાણાયામ કરવા: શિયાળાની ઋતુ દરમિયાન કપાલ ભાતી પ્રાણાયામ અને નડી શોધન પ્રાણાયામ કરવાથી અસ્થમામાં રાહત મળશે. એટલે રોજ કરો યોગ અને મેળવો અસ્થમાથી રાહત..

  • જો તમને અસ્થમાની તકલીફ હોય તો તમારે અર્ધા મત્સ્યેન્દ્રાસન અને પવનમુક્તાસન જરૂરથી કરવું જોઈએ આ આસન અસ્થમાની તકલીફ ઓછી કરવામાં મદદરૂપ થાય છે.
  • નડી શોધન પ્રાણાયામ (એક પછી એક નસકોરાંથી શ્વાસ લેવાની રીત):મનને શાંત કરવા અને સ્ટ્રેસથી દૂર રહેવા આ પ્રાણાયમ ખૂબ જરૂરી છે. શ્વાસ લેવાની આ રીતને કારણે રક્ત પરિભ્રમણ સંબંધીત સમસ્યાઓ દૂર થશે.
  • કપાલ ભાતી પ્રાણાયામ: શ્વાસ લેવાની આ રીત મનને શાંત કરે છે અને ચેતાતંત્રની કાર્યશક્તિ વધારે છે. જે તમામ નાડીઓને ખોલે છે અને રક્ત પરિભ્રમણ વધારે છે.
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *