સુરતમા ચાર વર્ષના બાળકના ગળામાં લોખંડનો બોલ્ટ ફસાયો :સારવાર માટે નવી સિવિલ ખસેડાયો
માતા પિતા માટે ચેતવણી રૂપ વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો હે જ્યા સુરતના ડીંડોલીમાં રહેતા શ્રમજીવી પરિવારનો ૪ વર્ષિય બાળક લોખંડના નટ બોલ્ટથી ૨મી રહ્યો હતો. એવામાં બાળકના ગળામાં લોખંડનો નટ બોલ્ટ ફસાઇ જતા બાળકે ખુદ માતાને ઘટનાની જાણ કરી હતી. માતા સહિત પરિવાર તેને સારવાર માટે નવી હોસ્પિટલ લાગ્યો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.
નવી સિવિલ હોસ્પિટલ દ્વારા મળતી માહિતી મુજબ ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે રહેતા નાઝીર ઇમરાન શેખના ભાઈના લગ્ન હોય તૈયારી ચાલી રહી હતી. લગ્ન પછી બાદ ઘરમાં સામાનનો પેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન નાઝીરનો ચાર વર્ષે પુત્ર નોભાન ઘરે લોખંડનો નટ બોલ્ટ હાથ લઈને રમી રહ્યો હતો, તે દરમિયાન અચાનક જ નટ બોલ્ટ તેના ગળામાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ નોભાને ખુદમાતાને નટ બોલ્ટ ગળામાં ફસાઇ ગયો હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્રારા એક્ષ-રે રિપોર્ટ કરાવતા તેના ગળાના ભાગે નટબોલ્ટફસાયો હોવાનું દેખાયું હતુ. ડોક્ટરો દ્વારા હાલ નોભાનને પાણી અને કેળા ખવડાવીને નટ બોલ્ટને મળમૂત્ર મારફતે બહાર કાઢવાનો
પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ બાળકની સારવાર સિવિલ હોસ્પીટલમાં ચાલી રહી છે.