Surat: બેંકોના બોગસ સ્ટેટમેન્ટ રજૂ કરી ૬.૨૩ કરોડના લોન કૌભાંડમાં એજન્ટની ધરપકડ
• હરિયાણાની ખાનગી ફાયનાન્સ કંપનીએ એજન્ટ જયદીપના ભરોસે ૧૨ લોકોને ધિરાણ આપ્યું: એજન્ટને ૧.૧૬ કરોડ મળ્યા હતા
ખોટા બેંક સ્ટેટમેન્ટ સ્ટેશફીન એપ્લીકેશનમાં અપલોડ કરીને કુલ રૂ.૬.૨૩ કરોડની લોન મેળવી લેવાના કૌભાંડમાં ઇકો સેલની ટીમે અમરોલીના એક એજન્ટની ધરપકડકરી છે.તેણે ૧૪ લોકોને લોન અપાવી હતી અને તેમાં ૧.૧૬ કરોડ કમીશન લીધું હતું.
મૂળ હરિયાણાના વતની શિવમ અંગ્રીશ નામાનાં વ્યક્તિની અકરા કેપિટલ નામની કંપની છે.જે કંપની સ્ટેશફીન નામની એક એપ્લીકેશન મારફતે લોકોને તેના ડોક્યુમેન્ટની ખરાઈ કર્યા બાદ લોન આપવાનું કામ કરે છે. સને ૨૦૨૧માં આ કંપની દ્વારાપર્સનલ લોન લેનાર વ્યક્તિઓને તેમના ડોક્યુમેન્ટની ખાતરી કર્યા બાદ ૫૮૦ લોકોને ૬.૨૩ કરોડની લોન આપી હતી.જેમાં થોડા સમય બાદ લોનના હપ્તા ભરાવાના બંધ થઇ ગયા હતા.અને તેથી કંપની દ્વારા જે લોકોએ લોન લીધી હતીતેના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી .જેમાં એવું જણાયું હતું કે દરેક વ્યક્તિની બેંક અલગ અલગ હતી છતાં પણ બેંકના જે સ્ટેટમેન્ટ હતા તે એક બીજાને મળતા આવતા હતા.અને સરખા પણ હતા.જેમાં લોકોએ કંપનીના અધિકારીઓને એમ પણ કહ્યું હતું કે લોન તો એજન્ટ મારફતે લેવાઈ છે.અને કંપની સાથે ખોટા બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરી 6.23 કરોડની ઠગાઈ કરવામાં આવી હતી.
આ બાબતે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેની તપાસ ઇકો સેલને સોપવામાં આવી હતી. પોલીસની તપાસમાં અમરોલી ક્રોસરોડ પર આવેલા ૯૯ શોપિંગમાં દુકાન ધરાવતા અને પૃથ્વી કંસલટન્સીના નામે લોનની ઓફીસ ધરવતા જયદીપ
ઘનશ્યામ પાલડીયા એ પણ ખોટા સ્ટેટમેન્ટ અપલોડ કરીને ૧૦ ટકા કમીશન મેળવી લીધું હોવાના પુરાવા પોલીસને મળ્યા હતા.. જેને આધારે તેની ધરપકડ કરી હતી