Surat:વરાછામાં ઈલેક્ટ્રીક બાઈકના શો રૂમમાં ગાડીની બેટરી ફાટતાં લાગે ભીષણ આગ

•ઈલેક્ટ્રીક બાઈક ના શોરૂમમાં આગને પગલે શોરૂમમાં રહેલી ગાડીઓ બળીને ખાખ
• ઈલેક્ટ્રીક બાઈક ના શોરૂમમાં લાગેલી આગને પગલે સાત થી આઠ લાખનું નુકસાન

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ એક ઈલેક્ટ્રીક બાઈકના શો રૂમમાં એકાએક આગ લાગતા અફરા તોફીનો માહોલ સર્જાયો હતો. શો રૂમમાં સર્વિસ માટે આવેલી ગાડીની બેટરી ફાટતા આ આગ લાગી હતી જેમાં શોરૂમમાં રહેલ અંદાજે 12 થી 14 બાઈક સળગીને ખાખ થઈ જવા પામી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈલેક્ટ્રીક બાઈકના શો રૂમમાં લાગેલી આગને પગલે સાત થી આઠ લાખ જેટલું નુકસાન થયું છે.

ફાયર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રશાંતભાઈ રાજેશભાઈ રાઠોડ સુરતના વરાછા વિસ્તારના આઈ માતા રોડ પર આવેલ જેપી નગર માં દુકાન નંબર 12 13 માં શ્રી જલારામ ઇલેક્ટ્રીક શોરૂમ ઘરાવે છે. જ્યાં આજરોજ સવારના 8:00 વાગ્યાના અરસામાં સર્વિસ માટે આવેલી ટુનવાલ કંપનીની ઇલેક્ટ્રીક બાઈકમાં અચાનક બેટરી ફાટી હતી, બેટરી ફાટવાની કારણે આગ લાગી જવા પામી હતી અને જો જોતા માં આગની ઝપેટમાં શો રૂમમાં રહેલી અન્ય ગાડીઓ પણ આવી ગઈ હતી.

ટુનવાલ કંપનીની ઇલેક્ટ્રીક બાઈક ની બેટરી ફાટતા શોરૂમમાં રહેલી 12 થી 13 જેટલી બાઇક સળગી જવા પામી હતી આ ઉપરાંત ૪૦ થી ૪૫ જેટલી બેટરી આગની જ ઝપેટમાં આવતા આગ વધુ વિકરાળ બની હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ઈલેક્ટ્રીક બાઈકના શો રૂમમાં લાગેલી આગને પગલે દુકાનમાં રહેલ એસી ટેબલ ફર્નિચર કોમ્પ્યુટર સહિતનો સામાન આગમાં સ્વાહ થઈ જવા પામ્યો હતો. જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનેકે ઇજાનો બનાવ ન બનતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.તો બીજી બાજુ આ આગની ઘટનાને પગલે સાત થી આઠ લાખનું નુકસાન થયું હોવાનું દુકાન માલિકે જણાવ્યું છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed