સચિનમાં બે વર્ષની બાળકીને પિંખનાર આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ

0

શહેરના છેવાડે આવેલા સચિનના કપલેથા ગામમાં ગત રોજ માત્ર બે વર્ષીય માસુમ બાળકી પર પાશવી બળાત્કાર ગુર્જાયા બાદ ઘાતકી હત્યાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જનઘ્ય બળાત્કાર અને હત્યાકાંડના મુખ્ય આરોપી ઈસ્માઈલ યુસુફ નામક યુવકને પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સચિનના કપલેથા ગામમાં રહેતા એક પરિવારની માત્ર બે વર્ષની માસુમ બાળકીને ગઈકાલે પડોશમાં રહેતો ઈસ્માઈલ યુસુફ નામનો વિધર્મી યુવક રમાડવાના બ્હાને ઘરે ગઈ ગયો હતો. મોડી સાંજ સુધી માસુમ બાળકી પરત ઘરે ન ફરતાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન પડોશમાં રહેતો ઈસ્માઈલ યુસુફ પણ ગાયબ હોવાને કારણે પરિવારજનો દ્વારા કંઈક અજુગતું ઘટ્યું હોવાની આશંકા સાથે પોલીસ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

સચિન પોલીસ દ્વારા પણ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતાં તાત્કાલિક એક ટીમ બનાવીને બાળકીના ઘરની આસપાસ તથા બીજી ટીમ દ્વારા અવાવરૂં સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન કપલેથા ગામમાં જ આવેલા એક બંધ મકાનના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં ઝાડી – ઝાંખરાઓમાં માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. વિધર્મી યુવક દ્વારા માસુમ બાળકી પર બળાત્કાર બાદ ઘાતકી હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિને પગલે પોલીસ દ્વારા પણ આ સમગ્ર પ્રકરણમાં આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

બળાત્કાર અને હત્યાની ઘટનાના સમાચાર સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી જતાં સ્થાનિકો પણ નરાધમને ઝડપી પાડવા માટે પોલીસની વ્હારે આવ્યા હતા અને અંતે ગણતરીનાં કલાકોમાં જ નરાધમની ધરપકડ કરવામાં પોલીસને સફળતા સાંપડી હતી. પોલીસ દ્વારા હાલ આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ મહમ્મદ આઝાદની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

દુષ્કર્મ દરમ્યાન નરાધમે બાળકીને બચકાં ભર્યા

ફરાળી ચેવડો અપાવવાના બ્હાને સાંજે સાત વાગ્યાના સુમારે પડોશમાં રહેતી માસુમ બાળકીને લઈ ગયા બાદ નરાધમે તેના પર પાશવી બળાત્કાર ગુર્જાયા બાદ ઘાતકી હત્યાને પગલે સમગ્ર ગામમાં ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ દરમ્યાન પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આરોપીએ કપલેથા તળાવ પાસે આવેલ એક બંધ મકાનના પાછળના ભાગે માસુમ બાળકી પર બળાત્કાર દરમ્યાન તેના પેટના ભાગે બચકાં ભર્યા હતા. ઘટના સ્થળેથી પોલીસને લોહીના ડાઘા પણ મળી આવ્યા હતા.

કપલેથા ચેક પોસ્ટ પરથી આરોપી ઝડપાયો

મોડી સાંજ સુધી બાળકી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમ્યાન પડોશમાં રહેતો 23 વર્ષીય ઈસ્માઈલ ઉર્ફે યુસુફ મહમ્મદ આઝાદના ઘરે પણ તાળું હોવાને કારણે પરિવારજનો દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમ્યાન બાળકીનો મૃતદેહ મળી આવતાં પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ – અલગ સ્થળે સઘન તપાસ હાથ ધરી હતી અને આ દરમ્યાન જ આરોપીને સ્થાનિકોની મદદથી કપલેથા ચેક પોસ્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપીનો મોબાઈલ બંધ થતાં શંકા ઘેરી બની

પડોશમાં રહેતા અને માસુમ બાળકીના પિતાના મિત્ર એવો ઈસ્માઈલ અવાર – નવાર બાળકીને રમાડવા માટે લઈ જતો હતો પરંતુ ગઈકાલે મોડી રાત સુધી બાળકી પરત ઘરે ન ફરતાં તેની માતા દ્વારા બાળકીની શોધખોળ બાદ ઈસ્માઈલનો મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, નરાધમ ઈસ્માઈલ દ્વારા મોબાઈલ બંધ કરી દેવામાં આવતાં પરિવારજનોને બાળકી સાથે કંઈક અઘટિત બન્યું હોવાની આશંકા પ્રબળ બની હતી અને જેને પગલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *