નોકરી ન મળતા 22 વર્ષના યુવકે ઉત્રાણ બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવ્યું..

0

સુરત ફાયર વિભાગની સરાહનીય કામગીરી, અડધી રાતે તાપી નદીમાં કૂદેલા યુવકનું રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

સુરતના ફાયર વિભાગની ફરી એક વખત સરહનીય કામગીરી સામે આવી છે જ્યાં મોટા વરાછા ઉત્રાણ બ્રિજ પરથી રાતના 1:00 વાગે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરનાર યુવકનો ફાયર વિભાગની ટીમે જીવ બચાવ્યો છે. બનાવની જાણ થતાં ફાયરની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગઈ હતી અને રીંગબોયા તેમજ રસો ફેંકીને ફાયરના બે જવાનોએ નદીમાં ઊતરી યુવકને બચાવી લીધો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને યોગ્ય નોકરી નહીં મળતા તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

ફાયર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રિના એક વાગ્યાના સમયે ફાયર કંટ્રોલરૂમને કોલ મળ્યો હતો કે એક યુવક મોટા વરાછા ઉત્રાણ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી ગયો છે. જેથી સતર્કતા દાખવી ફાયર ઓફિસર રાહુલ બાલાસર સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તાત્કાલિક રીંગબોયા અને દોરડું ફેંકી ,અને સાથે માર્શલ લીડર નદીમાં ઉતર્યા હતા અને યુવકને બચાવી લીધો હતો. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું હોવાનો કોલ મળતા તેઓ ઘટનાની ગંભીરતા સમજી સ્થળ પર પહોંચી ગયા હતા. અને બીજી તરફ ઘટના અંગે 108 ની ટીમને પણ જાણ કરી દેવામાં આવી હતી. અને અડધી રાત્રે યુવકનું રેસ્ક્યુ કરી તેને જીવ બચાવી લેવામાં આવ્યો હતો

યુવકની પૂછપરછ કરતા તેનું નામ 22 વર્ષ જેની પરમાર હોવાનું જાણવા મળ્યું હતું અને તેને યોગ્ય નોકરી ન મળતા તે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેને કારણે તેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. હાલ આ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે . ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગની આ પ્રકારની સ્રાહનીય કામગીરી અવારનવાર જોવા મળી રહી છે ત્યારે વધુ એક વખત ફાયર વિભાગની તેમની સતર્કતાને કારણે એક યુવકનો જીવ બચ્યો છે

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *