Surat: પીસીઆરના પૂર્વ ડ્રાઇવર સામે બળાત્કારની ફરિયાદ,પોલીસે કરી ઘરપકડ

0

સુરત પોલીસ કમિશ્નના જાહેરનામા બાદ પણ શહેરમાં હજી પણ કપલ બોક્સ ધમધમી રહ્યા છે તે વાત પુરવાર થઈ છે કારણ કે સુરતની સિંગણપોરની પરિણીતા પર કપલ બોક્સમાં દુસ્કર્મ થયાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. પરણીતાએ સોશિયલ મીડિયાથી પ્રેમમાં ફસાવનાર PCRના પૂર્વ ડ્રાઇવર મયુર નાવડિયા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરતાં પોલીસબેડામાં ચકચાર મચી છે.એટલુજ નહિ આરોપીએ પરણીતાને અવારનવાર કપલ બોક્સમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી તેના ફોટા પાડી તેને બ્લેકમેલ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.છેવટે આ મામલો સિંગણપોર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

સુરતના સિંગણપુર ખાતે આવેલા સુમન પ્રતિક આવાસમા રહેતા પીસીઆરના પૂર્વ ડ્રાઇવર મયુર નાવડીયા સામે એક પરણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પરણિતાએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ ફેસબુક મારફતે તેની સાથે મિત્રતા કરી હતી અને બે વર્ષેથી ફેસબુકના માધ્યમથી પરણીતાના સંપર્કમાં હતો.અનેકવાર ચેટ કર્યા બાદ તેણે પરણીતાને મળવા માટે કપલ બોક્સમાં બોલાવી ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને ત્યારબાદ તેણે પરણીતાને તરછોડી દીધી હતી. એટલું જ નહીં દુષ્કર્મ સમયે લીધેલા ફોટા થી આરોપી તેને બ્લેકમેલ પણ કરતો હતો અને ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેથી કંટાળીને આખરે પરિણીતાએ આ અંગે તેના પરિવારને જાણ કરી હતી. અને સિંગણપુર પોલીસ મથકમાં પીસીઆરના પૂર્વ ડ્રાઇવર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ઘટનાને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *