સુરતના બિલ્ડરે અમદાવાદ ખાતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો,વિડિયોમા જણાવી આપવીતી

0

સુરતના બિલ્ડરે અમદાવાદ ખાતે ઝેરી દવા પી આપઘાતની પ્રયાસ કર્યો: આપઘાત કરતાં પહેલાં વીડિયોમાં જણાવી આપી હતી

 

સુરતના મોટાવરાછાના એક નામચીન બિલ્ડરે અમદાવાદ ખાતે ઝે૨ ૫ી આપઘાતનો પ્રયાસ કરતાં બિલ્ડર લોબીમાં ચકચાર મચી ગઇ છે. બિલ્ડર હાલ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠલ છે.પરંતુ ત્યાં પણ તેમણે ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જો કે હાલ આ બિલ્ડરની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યુંછે. તો બીજી તરફ બિલ્ડરે આપઘાત કરતા પહેલા તેમના મોબાઈલમાં એક વીડિયો પણ બનાવ્યો હતો.અને તે તેમના નજીકના સંબંધીને મોકલ્યો હતો.

મળતી માહિતી મુજબ સુરતના મોટાવરાછા વિસ્તાર મોટા ગજાના બિલ્ડરે અમદાવાઝ્માં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો,અને તે નજીકના સંબંધીઓને મોકલ્યો હતો જેમાં તેઓ એક સંબંધીને કહે છેકે મારી ૫૨ જે વીત્યું છે તેની મે એક સુસાઈડ નોટ મેં બનાવી છે. અને કોલ રેકોર્ડ્સ પણ છે. જેની વિગત ઓફિસના એક કોમ્પ્યુટરમાં મૂકી છે જે તું મેળવી લેજે. આ ઉપરાંત બિલ્ડરે વધુમાં જણાવ્યું છે કે દોઢેક વર્ષથી તેઓ તકલીફમાં છે. અને પોતે આપઘાત કરવા માટે પ્રયત્નો કરતા હતા. જો કે તેમની પત્નીને અંદાજો આવી ગયો હોય તે તેમને એકલા મૂકતી ના હતી.અને આખરે જેમ તેમ કરી આપઘાત માટે પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.જો કે કોનાથી પરેશાન છે એનો વીડિયોમાં કોઈ ફોડ બિલ્ડરે પાડ્યો નથી, પણ સૂત્રોના જણાવ્યા મુજબ તેમની આર્થિક સ્થિતિ બગડી ગઈ હતી અને છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણને કારણે તેમને માનસિક ત્રાસ રહેતો હતો જેથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.

મોટા વરાછાના આ બિલ્ડરે અમદાવાદ નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તેમને અમદાવાદની એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે જોકે તેમની હાલત સ્થિર થયા બાદ તેમણે ફરીથી હોસ્પિટલમાં જ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેમણે હોસ્પિટલમાં પણ દુપટ્ટો લઈ ગળે ફાંસો ખાવાની કોશિશ કરી હતી. જોકે તેમનો બચાવ થયો છે અને હાલ તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.આ મામલે અમદાવાદની હાઇકોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *