સુરતમાં વધુ એક યુવકનું ક્રિકેટ રમ્યા બાદ મોત:છેલ્લા એક મહિનામાં સુરતના બે અને રાજ્યના 6 યુવકોના મેચ દરમ્યાન મોત

0

કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વરછાના યુવકનું સુરતમાં ક્રિકેટ રમીને આવ્યા બાદ મોત: પરિવાર શોકમાં 

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી રમતા રમતા યુવકોના મોત થતા હોવાની ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક કિસ્સો સુરતમાં બનવા પામ્યો છે. જ્યાં ક્રિકેટ રમ્યા પછી વરછાનો યુવક ઘરે આવ્યો હતો અને તેને છાતીમાં બળતરા સાથે દુખાવો ઉપાડતા હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર તે યુવકનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે યુવકનો પરિવાર શોકમાં ગરકાઉ થઈ ગયો છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા જોલી એન્કલેવમાં રહેતા કાંતિભાઈ ભરાલીયા જમીન દલાલી સાથે સંકળાયેલા છે અને તેમને સંતાનમાં બે પુત્રો અને ત્રણ પુત્રી છે.જે પૈકી તેમનો એક પુત્ર27 વર્ષીય પ્રશાંત બારોલીયા કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. અને અને એક વર્ષ પહેલાં તે સુરત આવ્યો હતો.અને તે પરત કેનેડા જવાનો હતો.આ દરમ્યાન પ્રશાંત બારોલીયા પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો.જ્યાં શનિવારે સવારે ક્રિકેટ રમ્યા બાદ ઘરે આવતા તેને છાતીમાં બળતરા સાથે દુખાવો ઉપડ્યો હતો જેથી પ્રશાંતને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને સ્મીમેર હોસ્પિટલ માં લઇ જવાયો હતો.જ્યાં ટૂંકી સારવારને અંતે આ યુવકનું મોત નીપજ્યું હતુ. આ યુવકના મોત બાદ સ્મીમેરના ફોરેન્સિક મેડિસિન વિભાગના તબીબો એ જરૂરી સેમ્પલો લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હોવાનું અને તેના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સ્પષ્ટ કારણ સામે આવશે તેમ જણાવ્યું છે.પરંતુ બીજી તરફ આશાસ્પદ યુવાન પ્રશાંતની અંધારી વિદાયથી પરિવારજનોએ હૈયાફાટ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સુરતમા ઓલપાડના સેલુત ગામે એક મહિના અગાઉ ક્રિકેટ રમતી વેળાએ એક યુવક બેભાન થઈને ધડી પડ્યો હતો અને બાદમાં તેનું મોત  નીપજ્યું હતું,અને હાલ માં સુરતના વરાછામા ક્રિકેટ મેચ બાદ યુવકના મોત તેમજ  રાજકોટમાં પણ એક ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન યુવકના મોતની ઘટના બની છે.આમ રાજ્યમાં 20 દિવસમાં યુવકોના રમતા રમતા મોત થયાની આ છઠ્ઠી ઘટના બનવા પામી છે. જેમાંથી પાંચ યુવકના મોત ક્રિકેટ રમવાથી અને એક યુવકનું ફૂટબોલ રમ્યા બાદ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *