સુરતમાં BRTS બસ સ્ટોપમા લાગી ભીષણ આગ

0

બીઆરટીએસ બસ સ્ટોપના કેબિનમાં આગ લાગતા નાસભાગ મચી

માન દરવાજા અને ભેસ્તાનના ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

હાલ ફાયર ફાઈટર ઓ આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે

સુરતમાં બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટનાઓ બાદ હવે બીઆરટીએસ બસ સ્ટોપ માં આગ લાગી જવા પામે છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ બસ સ્ટોપમાં બપોરના સમયે અચાનક આગ લાગતા નાશ ભાગ મચી જવા પામી હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરની કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે

 

ઉધનામાં વિસ્તારમાં આવેલ દક્ષેશ્વર મહાદેવ મંદિર નજીક લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટોપમા  બપોરના સમયે આગ લાગતા નાસભાગ ગઈ હતી. આ આગ બી આર ટી એ બસ સ્ટોપના કેબિનમાં લાગી હતી અને જો જોતામાં આગ વધુ વકરી જતા બસ સ્ટોપના અન્ય ભાગોમાં પણ પસરી ગઈ હતી.આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા તો બીજી તરફ આગ લાગવાને કારણે બીઆરટીએસ બસ  સ્ટોપનો સ્ટાફ સહિત મુસાફરો બસ સ્ટોપ થી બહાર દોડીને આવ્યા હતા. આ આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ભેસ્તાન અને માન દરવાજા ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ પર કાબૂમા લેવાના પ્રયાસો શરૂ કર્યા છે

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *