Budget 2023 : ઇન્કમટેક્સ પર મોટી રાહત : 7 લાખ સુધીની આવક પર નહીં આપવો પડે ઈન્કમટેક્સ
નાણામંત્રી(Finance) નિર્મલા સીતારમણ સંસદમાં સામાન્ય બજેટ(Budget) 2023-24 રજૂ કરી રહ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે રેલ્વે (Railway) માટે 2.40 લાખ કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જે રેલ્વે માટે અત્યાર સુધીની સૌથી વધુ બજેટ ફાળવણી છે. કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે.
તેમણે કહ્યું કે બાળકો અને યુવાનો માટે નેશનલ ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવશે. પશુપાલન, ડેરી અને માછીમારી પર ધ્યાન કેન્દ્રિત કરીને કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને રૂ. 20 લાખ કરોડ કરવામાં આવશે.
સિગારેટ, સોનું સહિતની આ વસ્તુઓ મોંઘી થઈ ગઈ
નાણાપ્રધાન સીતારમણે ચીમની, કેટલાક મોબાઈલ ફોન અને કેમેરા લેન્સ, એલપીજી ચીમની, સોના-ચાંદીના દાગીના, સિગારેટ અને પ્લેટિનમ મોંઘા કર્યા છે.
ઇલેક્ટ્રિક વાહનો, રમકડાં અને ઓટોમોબાઇલ સસ્તા થશે
બજેટમાં જાહેરાત કરતા નાણામંત્રી સીતારમણે કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનો, રમકડાં, સાઇકલ અને ઓટોમોબાઇલ સસ્તા થશે. આ સિવાય સ્વદેશી મોબાઈલ સસ્તા થશે.
હવે નવો ટેક્સ સ્લેબ આવો હશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરામાં મોટી રાહત આપી છે. નવી કર વ્યવસ્થા હેઠળ, હવે ટેક્સ સ્લેબ નીચે મુજબ છે.
રૂ. 0 થી રૂ. 3 લાખ – 0
3 થી 6 લાખ રૂપિયા – 5%
રૂ 6 થી 9 લાખ – 10%
રૂ 9 થી 12 લાખ – 15%
રૂ 12 થી 15 લાખ – 20%
15 લાખથી વધુ – 30%
7 લાખની આવક પર ટેક્સ નહીં
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના પાંચમા બજેટમાં આવકવેરામાં મોટી રાહત આપી છે. તેમણે ટેક્સ સ્લેબને લઈને મોટી જાહેરાત કરી છે. હવે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. અત્યાર સુધી આ મર્યાદા 5 લાખ રૂપિયા હતી.
નાના વેપારીઓને મોટી ભેટ, વ્યાજ પર 1% ડિસ્કાઉન્ટ
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાના વેપારીઓને મોટી ભેટ આપી છે. તેમણે MSME (નાના વેપારીઓ)ને વ્યાજ પર 1 ટકાની છૂટ આપી છે. આ સિવાય ખેતી સિવાયની અન્ય વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટી, સિગારેટ પર વધારો કર્યો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટમાં કાપડ અને કૃષિ સિવાયના માલસામાન પરના મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી દરોની સંખ્યા 21% થી ઘટાડીને 13% કરવાની દરખાસ્ત કરી હતી. પરિણામે, રમકડાં, સાયકલ, ઓટોમોબાઈલ સહિતની કેટલીક વસ્તુઓ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી, સેસ અને સરચાર્જમાં નજીવા ફેરફારો કરવામાં આવ્યા છે. તે જ સમયે, સિગારેટ પરની કસ્ટમ ડ્યુટી વધી.