હેલ્મેટ આવે છે : હાઇકોર્ટે હેલ્મેટના નિયમનું પાલન કરાવવા સરકારને કરી ટકોર
અત્યાર સુધી હેલમેટ (Helmet) પહેરવાનું ટાળી રહેલા લોકોએ ઘરમાં ધૂળ ખાઇ રહેલી હેલમેટ ફરીથી કાઢવી પડશે. કારણ કે, હેલમેટના નિયમનું(Law) ફરજિયાત પાલન કરાવવા માટે સરકારે હાઇકોર્ટને ટકોર કરી છે.
રાજ્યમાં ટ્રાફિક નિયમનના મામલે ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ટ્રાફિકના નિયમો તેમજ હેલ્મેટના નિયમનું ફરજીયાત પાલન કરાવવા હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી. ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ટ્રાફિકના નિયમનું કડકાઇથી પાલન કરાવવા તેમજ ટુ વ્હીલર માટે હેલ્મેટ ફરજિયાત હોવા છતાં તેના નિયમનું પાલન થતું નથી. તેથી હેલ્મેટના નિયમનું ફરજિયાત પાલન કરાવવામાં આવે, તેવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે. હાઇકોર્ટે એવું પણ કહ્યું હતું કે ટુ વ્હીલરની પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત છે, છતાં આ નિયમનું પાલન હજુ પણ ઘણા લોકો કરતા નથી. હેલમેટનો કાયદો તો અમલી છે જ પરંતુ લોકો હેલમેટ પહેરીને કાયદાનો ભંગ કરી રહ્યાં છે. અને પોલીસ પણ કાયદાનો કડક અમલ કરાવતી નથી.
આ બાબતે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી અને આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને હાઇકોર્ટ નિયમનું ફરજિયાત પાલન કરાવવાની ટકોર કરી છે. હાઇકોર્ટની આ ટકોર પછી હવે પોલીસ ફરીથી સક્રિય થઇ જશે. અને હેલમેટના કાયદાનો કડક અમલ કરાવશે એટલે દંડાત્મક કાયદાથી બચવા માટે વાહનચાલકોએ ફરજિયાત હેલમેટ પહેરવી પડશે.