Controversy : વડોદરાની MS યુનિવર્સીટીમાં નમાઝ પઢવાનો નવો વિડીયો વાયરલ થતા તપાસના આદેશ

0
New Controversy: A video of a student offering Namaz in Vadodara's MS University goes viral and orders an investigation

New Controversy: A video of a student offering Namaz in Vadodara's MS University goes viral and orders an investigation

ગુજરાતમાં (Gujarat) જાહેર સ્થળે નમાઝ (Namaz) અદા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)માં નમાજ અદા કરતા વિદ્યાર્થીનો કથિત વિડિયો સામે આવ્યા બાદ યુનિવર્સિટી વહીવટીતંત્રે સોમવારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. એક મહિનાથી ઓછા સમયમાં આ ત્રીજો વીડિયો છે જેમાં એક વિદ્યાર્થી યુનિવર્સિટી કેમ્પસમાં નમાજ અદા કરતો જોવા મળે છે.

વિદ્યાર્થીની ઓળખ થઈ નથી

યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે આવા કેસોની તપાસ કરવા માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય શિસ્ત સમિતિ તાજેતરના વીડિયોની સત્યતાની ચકાસણી કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, વીડિયોમાં કોઈ તારીખ નથી. MSUના જનસંપર્ક અધિકારી લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ક્લિપમાં દેખાતા વિદ્યાર્થીની ઓળખ કરવામાં આવશે અને તેને શૈક્ષણિક સંસ્થામાં આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા માટે કહેવામાં આવશે. ત્રિવેદીએ કહ્યું, “સોમવારે રજાનો દિવસ હોવાથી આ વીડિયો અમારા ધ્યાન પર આવ્યો હતો. અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે વીડિયો ક્યાં અને કઈ તારીખે રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
વાયરલ વિડીયો :

 

સંસ્કૃત યુનિવર્સિટીના ગેટ સામે નમાઝ પઢી

યુનિવર્સિટીએ આવી બાબતોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય શિસ્ત સમિતિની રચના કરી છે.” તેમણે કહ્યું, “કમિટી આ મામલે તપાસ કરશે અને વિદ્યાર્થીને પૂછપરછ માટે બોલાવશે અને જરૂર પડ્યે કાઉન્સેલિંગ પણ કરશે.” ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પણ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બે વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતા જોવા મળ્યા હતા. જે બાદ MSUએ તપાસ શરૂ કરી હતી. આ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક કપલ MSU કેમ્પસમાં સંસ્કૃત કોલેજના મુખ્ય ગેટની બહાર પ્રાર્થના કરતા જોવા મળે છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *