Surat: વિદ્યાર્થીઓને લઈ જતી સ્કુલવાન ને કિયા કારના ચાલકે જોરદાર ટક્કર મારતા વાન પલટી : જુઓ Live CCTV
વિદ્યાર્થીઓને લઈ જતી સ્કુલવાન ને કિયા કારના ચાલકે મારી જોરદાર ટક્કર: ઘટના સી સી ટી વીમા કેદ
અકસ્માતમાં વાન પલટી મારી ઘસેડતા બાળકોને ઇજા
સુરતમાં આજે વહેલી સવારે વેસુ વિસ્તારમાં સ્કૂલવાન અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અલથાણ કેનાલ રોડ પર પૂર ઝડપે દોડતી કિયા કારના ચાલકે દસ બાળકોને લઈને જઈ રહેલ સ્કૂલવાનને ટક્કર મારતા વાન ફંગોળાઈને પલટી મારી મારી ગઈ હતી. સર્જાયેલા આ અકસ્માતમાં એક બાળકીને ઈજા થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
મંગળવારના સવારના સમયે શારદા યતન સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ સ્કૂલ વાન ચાલક અલથાણ કેનાલ રોડ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક સોહમ સર્કલ તરફથી બ્રેડ લાઈનર સર્કલ તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલા કિયા કાના ચાલકે સ્કૂલ વાનને ટક્કર મારી હતી. સર્કલ પર સ્કૂલ લઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો ક્યા કારના ચાલકે ટક્કર મારતા જ 10 બાળકો ભરેલી સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી. અકસ્માત ને પગલે વાનમાં સવાર બાળકોને નાની મોટી ઈચ્છા થઈ હતી જ્યારે એક વિદ્યાર્થીની ને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સુરતના વેસુ વિસ્તારમાં અવારનવાર કુરપાટ ઝડપે કાર અને બાઇક હંકાવનારા લોકોને લઈ નિર્દોષ લોકો ભોગ બનતા આવ્યા છે આ પ્રકારે કેટલીય વાર અકસ્માતના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, અગાઉ પણ હિતેન રનની ઘટનામાં એક લારી ચાલક હવામાં ફંગોળાયો હતો ત્યારે સ્થાનિકો અહીં બમ્પર મુકાય તેવી માંગણી કરી રહ્યા છે તો બીજી તરફ પૂરપાટ ઝડપે કાર અને બાઇક હંકાવનાર લોકો પર પોલીસ લગામ કસે એ પણ જરૂરી બન્યું છે