Surat:વિધવાની 12 વર્ષીય પુત્રી પર માનેલા મામાએ આચર્યું દુષ્કર્મ

દોઢ વર્ષ અગાઉ છેડતી કર્યા બાદ ત્રણ વખત બળાત્કાર ગુજારાયો
સુરતના પર્વત પાતિયા વિસ્તારમાં રહેતી અને ચાની લારી ચલાવતી વિધવાને ત્યાં નોકરી કરતા યુવકે તેણીને ધર્મની બહેન બનાવી હતી.જો કે બાદમા ગેરલાભ ઉઠાવી વિધવાની સગીર પુત્રીની દોઢ વર્ષ અગાઉ છેડતી કરી હતી. આ ઉપરાંત બપોરના સમયે ઘરે કામ હોવાનું બનાવી છેલ્લા ૮ દિવસમાં ત્રણ વખત દુષ્કર્મ કર્યું હતું.આખરે કિશોરીએ પોતાની માતાને તમામ કથની કહેતા માતાએ પોલીસ ફરિયાદ કરી હતી .બનાવ મામલે પુણા પોલીસે કહેવાતાં મામા વિરૂધ્ધ બળાત્કાર અને છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પૂણા વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય યુવતીનાં પતિનું અવસાન થયા બાદ હાલ ૧૧ વર્ષની પુત્રીની જવાબદારી આવી પડતાંતેણીએ સ્થાનિક વિસ્તારમાં ચા ની લારી ચાલુ કરી હતી. આ લારી ઉપર નોકરી કરતાં દીનેશ હરિસિંહ મસાણીએ વિધવા યુવતીને ધર્મની બહેન માની હતી. જો કે બાદમાં માનેલા મામા દિનેશની દાનત તેણીની અગિયાર વર્ષીય પુત્રી ઉપર બગડી હતી.અને દિવસ દરમિયાન ઘરે કામ હોવાનુ બહાનું બનાવી માનેલી વિધવા બહેનનાં ઘરે પહોંચી સગીર ભાણેજની એકલતાનો લાભ ઉઠાવી તેણે ભાણેજ સાથે દુષ્કર્મ કર્યું હતું. ગતરોજ બપોરે પણ ઘરે પહોંચી સગીર ભાણેજ સાથે બદકામ
કરતો હતો તે વેળા કામ પડતા વિધવા બહેન પણ ઘરે પહોંચી હતી તે વેળા માનેલો ભાઇ પોતાની સગીર પુત્રી સાથે બદકામ કરતાં રંગેહાથ ઝડપાઇ ગયો હતો.
પુત્રીની સમજાવટથી પૂછપરછ કરવામાં આવતાં દોઢ વર્ષ અગાઉ પણ મામા દ્વારા છાતીનાં ભાગે અડપલા કરી છેડતી કરી હોવાનું જણાવ્યું હતું. બનાવ મામલે વિધવા યુવતી દ્વારા પુણા પોલીસ મથકમાં દિનેશ મસાણી વિરુદ્ધ બળાત્કાર, છેડતી અને પોકસો અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસે દિનેશ મસાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.