Surat:જામી ગરબા ની રમઝટ:બીફોર નવરાત્રી નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને જુમ્યા
સુરતમાં જામી ગરબા ની રમઝટ:બીફોર નવરાત્રી નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને જુમ્યા
માં આધ્યા શક્તિ નો આરાધના નો પર્વ એટલે નવરાત્રી જેને હજી દોઢ મહિના જેટલો સમય બાકી છે જો કે તે પહેલા જ મોજીલા સુરતીઓએ ગરબાની રમઝટ બોલાવી દીધી. પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ મન મૂકીને ઘરબે ઘુમ્યા હતા. સુરતના ખેલૈયા ગરબા ક્લાસીસના આયોજકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બીફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે જેમાં અવનવા રંગબેર ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ધૂમ મચાવે છે.
આ વર્ષે 26 સપ્ટેમ્બર ના રોજ નવરાત્રી નો પ્રારંભ થશે અને ગરબાની રમઝટ શરૂ થશે ત્યારે આ બધા વચ્ચે ગરબા ના તાલે ઝુમવા ખેલૈયાઓ પણ થનગની રહ્યા છે. જે ને પગલે સુરતના ઉધના રિલાયન્સ મોલ ખાતે નવરાત્રી પહેલાજ પ્રી નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યા ખેલૈયાઓ પણ ગરબા રમવાનું ચૂક્યા ન હતા અને જાણે નવરાત્રી આવી જ ગઈ હોય તે રીતનો માહોલ જામ્યો હતો.
• જ્યારે પણ મોકો મળે સુરતીઓ ગરબા રમવાનું ચૂકતા નથી
બીફોર નવરાત્રીમાં ભાગ લેનાર ધ્રુવમ જોષી જણાવે છે કે અમને ગરબા રમવાનો ખુબ જ શોખ છે નવરાત્રિના છ મહિના પહેલાથી જ અમે પ્રેક્ટિસમાં કરીએ છે અને નવરાત્રીના ડ્રેસીસ થી લઈને બધી જ તૈયારીમા જોતરાઈ જઈએ છે. ફક્ત નવરાત્રીના નવ દિવસે જ નહીં પરંતુ જ્યારે પણ મોકો મળે અમે ગરબા રમવાનું ચૂકતા નથી માટે સુરતમાં યોજાતી દરેક બીફોર નવરાત્રીમાં હું અને મારા ફ્રેન્ડ્સ ભાગ લઈએ છે અને નવરાત્રીની જેમ જ આ બીફોર નવરાત્રીમાં પણ ગરબા,દોઢિયા, દાંડિયા સહિતના અવનવા સ્ટેપ સાથે ખૂબ મજા કરીએ કરીએ છે.
ગરબા ટીચર પિયુષ રાણા એ જણાવ્યું હતું કે બીફોર નવરાત્રી પણ એક કોમ્પિટિશનની જેમ જ હોય છે જેમાં ખેલૈયા ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમે છે. બીફોર નવરાત્રી પાછળનું એક કારણ એ પણ છે ખેલૈયાઓનો નવ દિવસ જે સ્ટેમીના રાખવાનો હોય છે તેને શરૂઆત આગળથી જ થઈ જાય છે એટલે નવરાત્રીમાં પણ તેઓ આવા જુસ્સા સાથે રમી શકે. અને નવરાત્રીમાં પણ ખેલૈયાઓ આટલી જ ધૂમ મચાવે એટલું જ નહીં પરંતુ બી ફોર રાત્રી રમવાની મજા પણ કંઈક અલગ જ હોય છે.